પેેટ્રોલ-ડીઝલમાં લીટરે 4 રૂપિયા વધશે ?

  • પેેટ્રોલ-ડીઝલમાં લીટરે 4 રૂપિયા વધશે ?
    પેેટ્રોલ-ડીઝલમાં લીટરે 4 રૂપિયા વધશે ?

નવી દિલ્હી, તા.17
પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં લાગેલી આગ હજુ વધુ વિકરાળ બનાવાની છે. બ્રોકરેજ ફર્મ મુજબ, જો સરકારી ઓઈલ કંપનીઓને કર્ણાટક ચૂંટણી પહેલાની માર્જિનની સ્થિતિમાં પહોંચાડવી હશે તો પેટ્રોલ-ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 4 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.
કર્ણાટકની ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજેરોજ વધી રહ્યા છે. કર્ણાટકમાં ચૂંટણીઓ પૂરી થઈ ગયા બાદ સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (ઈંઘઈ), હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (ઇંઙઈક) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (ઇઙઈક)એ 19 દિવસ બાદ સોમવારે ફરીથી દૈનિક આધાર પર પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સંશોધનની શરૂઆત કરી દીધી. ત્યારથી અત્યાર સુધીમાં પેટ્રોલ 69 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ચૂક્યું છે, તેમાં આજનો 22 પૈસાનો વધારો પણ સામેલ છે. છેલ્લા 15 દિવસથી સ્થિર રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ 14મી મેથી જ વધવાના શરુ થઈ ગયા હતા. 13મી મેના રોજ પેટ્રોલનો ભાવ 73.75 રુપિયા હતો, જે 17મી મેના રોજ વધીને 74.43 રુપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.
ડીઝલમાં પણ એ જ સ્થિતિ છે. 13મી મેના રોજ ડીઝલનો ભાવ અમદાવાદમાં 70.56 રુપિયા પ્રતિ લિટર હતો, જે 17 મેના રોજ વધીને 71.51 રુપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. ક્રુડ ઓઈલના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સતત વધી રહ્યા છે, ત્યારે ઘરઆંગણે પણ તેની સીધી અસર જોવા મળશે.
સુરતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. શહેરમાં 13મી મેના રોજ પેટ્રોલનો ભાવ 73.86 રુપિયા પ્રતિ લિટર હતો, જે 17મી મેના રોજ 74.55 રુપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. ડીઝલનો ભાવ 13મી મેના રોજ 70.74 રુપિયા પ્રતિ લિટર હતો, જે 13મી મેના રોજ 71.7 રુપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. જો આમ જ પેટ્રોલના ભાવ વધતા રહ્યા તો થોડા જ દિવસમાં સુરતમાં પેટ્રોલ 75 રુપિયા પ્રતિ લિટરને પાર કરી જશે.
રાજકોટમાં આટલો છે ભાવ
રાજકોટમાં પણ પેટ્રોલનો ભાવ વધીને 74.56 રુપિયા પ્રતિ લિટર પહોંચી ગયો છે. જે 13મી મેના રોજ 73.86 રુપિયા પ્રતિ લિટર હતો. જ્યારે, શહેરમાં ડીઝલ 71.71 રુપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે, જે 13મી મેના રોજ 70.75 રુપિયા પ્રતિ લિટર હતું.
પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા તેની સીધી અસર મોંઘવારી પર પણ પડે છે. ભાવમાં વધારાથી સરકાર પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનું દબાણ પણ વધી રહ્યું છે, જોકે સરકાર તેના માટે હાલ તૈયાર નથી. જોકે, નજીકના સમયમાં કોઈ વિધાનસભા ચૂંટણી પણ નથી આવી રહી ત્યારે લોકોને મોંઘા પેટ્રોલ અને ડીઝલથી રાહત મળવાની શક્યતા નહીંવત જણાઈ રહી છે.