10 રાજયોમાં 3 દિવસમાં આંધી-તૂફાનની આગાહી

  • 10 રાજયોમાં 3 દિવસમાં  આંધી-તૂફાનની આગાહી
    10 રાજયોમાં 3 દિવસમાં આંધી-તૂફાનની આગાહી

નવીદિલ્હી, તા.13
હવામાન વિભાગે દેશભરમાં લગભગ 10થી વધુ રાજ્યોમાં ભારે આંધી અને વાવાઝોડાની ચેતાવણી આપતી એડવાઈઝરી જાહેર કરી છે. હવામાન વિભાગે ગુરુવારે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અલગ અલગ સ્થાનોમાં વરસાદ અને આંધીની ચેતવણી વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહીને લઈને આગામી ત્રણ દિવસ સુધી જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં ભારે પવન અને મુશળધાર વરસાદની આગાહી વ્યક્ત થઈ છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 15 દિવસોમાં મોસમમો મિજાજ ઝડપથી બદલાતો જોવા મળી રહ્યો છે. મે મહીના પહેલા સપ્તાહમાં જ આંધી-વરસાદના કારણે 120થી વધુ લોકોના મોત થયા હતા. ગત રવિવાર અને સોમવારે જ ભારે પવનના કારણે 86 લોકોના મોત થયા હતા.