ડ્રાઇવિંગ વખતે ફોન પર વાત કરવી ગુનો નથી

  • ડ્રાઇવિંગ વખતે ફોન પર વાત કરવી ગુનો નથી
    ડ્રાઇવિંગ વખતે ફોન પર વાત કરવી ગુનો નથી

કોચ્ચિ, તા.17
કોચ્ચિ- કેરળ હાઈકોર્ટે કહ્યું કે ગાડી ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવાથી અકસ્માત થાય છે અથવા તેનાથી કોઈને નુકસાન થાય છે આ વાત કહી ન શકાય કારણકે તેના માટે કોઈ કાયદો નથી.
ડિવિઝન બેન્ચના જસ્ટિસ એ.એમ.શફીક અને જસ્ટિસ પી.સોમરાજને આ ચુકાદો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે સંતોષ એમ.જે. તરફથી બેન્ચ સમક્ષ આ બાબતે PIL  દાખલ કરવામાં આવી હતી.
અરજી કરનાર વ્યક્તિ ગયા વર્ષે 26 એપ્રિલના રોજ સાંજે ગાડી ચલાવી રહ્યો હતો. તે દરમિયાન તે મોબાઈલ ફોન પર વાત પણ કરી રહ્યો હતો. આ કારણોસર તેને પકડવામાં આવ્યો હતો. સિંગલ બેન્ચે જોયું કે ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી મોટર વેહિકલ એક્ટના સેક્શન 118(E) અંતર્ગત ગુનો છે.
ત્યારપછી આ કેસ ડિવિઝનલ બેન્ચ સમય આવ્યો કારણકે સિંગલ બેન્ચે 2012માં અબ્દુલ લતીફ દત કેરળ રાજ્ય કેસમાં જસ્ટિસ એસ.એસ.સતીશચંદ્રનના આદેશ વિરુદ્ધ ચુકાદો સંભળાવ્યો હતો. 2012ના ચુકાદામાં જસ્ટિસ સતીશ ચંદ્રએ કહ્યુ હતું કે એક્ટના સેક્શન 118(E)માં ક્યાંય પણ કહેવામાં નથી આવ્યું કે ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી ગુનો છે. તેમણે કહ્યું કે આ એક્ટના સેક્શન 184માં કહેવામાં આવ્યું છે કે ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરવી ખતરનાક છે.