ફેસબુકના 58 કરોડ ફેઈક એકાઉન્ટ્સ બંધ

  • ફેસબુકના 58 કરોડ ફેઈક એકાઉન્ટ્સ બંધ
    ફેસબુકના 58 કરોડ ફેઈક એકાઉન્ટ્સ બંધ

પેરિસ તા,17
વિશ્ર્વની પ્રમુખ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે 2018ના પહેલા ત્રણ મહિનામાં 58.3 કરોડ ફેક અકાઉન્ટ્સ બંધ કરી નાખ્યા છે. ફેસબુકે આ ઉપરાંત કંપની સામુદાયિક માપદંડો વિરુદ્ધના ભડકાઉ કે હિંસક ચિત્ર, આતંકવાદી દુષ્પ્રચાર અથવા ધૃણા ફેલાવનારા અકાઉન્ટ વિરુદ્ધ પણ કેવી કાર્યવાહી કરવા જઈ રહી છે તે પણ જણાવ્યું.
કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા કાંડ બાદ પારદર્શકતાની દિશામાં પગલું ભરતા ફેસબુકે કાલે જણાવ્યું કે દરરોજ લાખો ફેક અકાઉન્ટ બનતા રોકવા માટે કંપનીએ આ પગલું લીધુ છે.સમૂહે જણાવ્યું કે આમ છતાં કુલ સક્રિય એકાઉન્ટની સરખામણીમાં 3-4 ટકા ફેક અકાઉન્ટ હજુ છે. આ ઉપરાંત આ સમયગાળામાં 83.7 કરોડ પોસ્ટને હટાવવામાં આવી. ફેસબુકે પહેલા ત્રિમાસિકમાં ભડકાઉ કે હિંસક ચિત્ર, આતંકવાદી દુષ્પ્રચાર અથવા ધૃણા ફેલાવતી લગભગ 3 કરોડ પોસ્ટ પર ચેતવણી જારી કરી.
ફેસબુકે 85.6 ટકા મામલાઓમાં ઉપયોગકર્તાઓને સતર્ક કરતા પહેલા જ ફેસબુકે આપત્તિજનક ચિત્રોની માહિતી મેળવી લીધી હતી.
આ ઉપરાંત કંપનીએ કહ્યું કે જેમના વિશે ડેટાના દુરુપયોગ અંગે માલુમ પડ્યું હતું તેવી લગભગ 200 એપને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી હટાવી દેવામાં આવી છે.
ફેસબુકની વિષય સામગ્રી અંગે અન્ય શબ્દોમાં કહીએ તો જોવામાં આવેલી પ્રત્યેક 10000 વિષય સામગ્રીમાંથી 22થી 27માં ગ્રાફિક
હિંસા હતી.
કંપનીએ જણાવ્યું કે ફેસબુકે આતંકવાદી દુષ્પ્રચાર સંબંધિત એક કરોડ 90 લાખ પોસ્ટ વિરુદ્ધ કાર્યવાહી કરી. આવી પોસ્ટમાં 73 ટકાની વૃદ્ધિ થઈ. ફેસબુકની વૈશ્વિક યોજના પ્રબંધનના પ્રમુખ મોનિકા બિકેટે જણાવ્યું કે કંપનીએ 3000 વધુ કર્મચારીઓની ભરતી કરીને પોતાની પ્રતિબદ્ધતાને પૂરી કરી છે.
જેના પગલે આ વર્ષની શરૂઆતમાં માપદંડોને લાગુ કરવા માટે વિશેષ રીતે કામ કરનારા કર્મચારીઓની સંખ્યા વધારીને 7500 થઈ ગઈ છે.