શું કહ્યું હતું પીએમ મોદીએ?

કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન 6 મે ના રોજ હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દરમિયાન આમ કહ્યું હતું. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પા વિરૂદ્ધ આરોપ લગાવવાને લઈને કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને નેશનલ હેરાલ્ડ કેસની યાદ અપાવી હતી, જેમાં માં-દિકરો (સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી) કૌભાંડના આરોપોનો સામનો કરી રહ્યાં છે અને જામીન પર બહાર છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, એવી પાર્ટી છે જેના પ્રમુખ જામીન પર છે, તે અમને પ્રશ્ન પુછી રહી છે. તેમણે કહ્યું હતું કે, યેદિયુરપ્પાએ અદાલતોનો સામનો કર્યો છે. કોંગ્રેસના નેતાઓ કાન ખોલીને સાંભળી લો, જો મર્યાદા ઓળંગશો તો આ મોદી લહેર છે, લેને કે દેને પડ જાયેંગે.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવવાને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે જ કોંગ્રેસે રાષ્ટ્રપતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેખિતમાં ફરિયાદ કરી છે.