પાટણવાવમાંથી પકડાયેલા દારૂના જથ્થામાં આરોપીના જામીન નામંજૂર

ધોરાજી તા.16
ધોરાજી ના પાટણવાવ પોલીસે જપેલ દારૂ ના ટ્રક સાથે ઝડપાયેલા આરોપી ના જામીન ના મૂંજૂર થયા હતા.
પાટણવાવ પીએસઆઇ ગોહીલ તરફથી મોટી રકમનો વિદેશી દારૂ પકડવામાં આવેલા અને આ ગુનામાં હમીર ઉર્ફે હમીરભાઇ ભાઈ તરફથી ધોરાજીના એડિશનલ સેશન્સ જજ સાહેબ એચ.એદવે ની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલી હતી આ જામીન અરજીમાં સરકારી વકીલ કાર્તિકેય પારેખની દલીલોને ધ્યાને લઇ અને નામદાર અદાલત ના નવનિયુક્ત સેશન્સ જજ શ્રી એચ.એમ દવે જામીન અરજી રદ કરતાં નોંધ્યું હતું કે આ આરોપી સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે અને સમાજમાં દારૂ અને નશાબંધી માટે આવા ગુનાઓ અટકાવવા માં ન આવે તો તેને પ્રોત્સાહન મળે જામીન ઉપર છોડતા સમાજ પર વિપરિત અસર પડે છે તમામ સંજોગોમાં ની અને આરોપીના જામીન રદ કર્યા હતા આ તકે પીએસઆઇ ગોહિલે પણ હાજર રહીને જણાવેલ કે તેઓએ આરોપીની કોલ મયફિંશહ ના આધારે પણ તપાસ કરેલી છે અને આરોપી કોના કોના સંપર્કમાં હતો તે લોકોને ગુન્હાની સંડોવણી અંગે પૂછપરછ કરી અને ધરપકડ કરવાની છે