પીપાવાવમાં કંપની વિરૂધ્ધ ચાલતા આંદોલનમાં ફરી હાઈવે પર ચકકાજામ

રાજુલા તા.16
પીપાવાવ ધામ ગામ ચોકડી પાસે વહેલી સવારે ટાયરો સળગાવી વિરોધ પ્રદશન કરી ચકાજામ કરતા પોલીસ તંત્ર ઘટના સ્થળે પોહચી માર્ગ ખુલો કરાવ્યો હતો. પીપાવાવ ગ્રામજનોમાં રોષ યથાવત રહ્યો હતો.
રાજુલા તાલુકા પીપાવાવ ગ્રામજનો વહેલી સવારે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર પીપાવાવ ધામ ચોકડી પાસે મહિલા ઓ પુરુષો 100 જેટલા લોકો ના ટોળા એ ન્યાય આપો ન્યાય આપો ના નારા સાથે હાઇવે પર ટાયરો સળગાવી ચકાજામ કરી દીધો વાહનો ની લાગી મોટી કતારો ઉગ્ર સુત્રોચાર સાથે મહિલા ઓ પુરુષો નું ટોળુ રસ્તા પર બેસી ગયું હતું અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો
જેથી પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો 2 દિવસ પહેલા નાગેશ્રી નજીક ચકાજામ કર્યો હતો ત્યાર બાદ ફરીવાર અહીં ચક્કાજામ કરતા આંદોલન વધુ મજબૂત અને ઉગ્ર બની રહ્યું છે પીપાવાવ ગામ લોકો ની માંગ છે અહીં આવેલી ગેર કાયદેસર જમીનો હટાવો આ પ્રકાર ની ઉગ્ર માંગ સાથે લોકો રસ્તા પર આવી ગયા છે જેને લઇ ને આ આંદોલન દિવસે દિવસે ઉગ્ર બનતું જાય છે જેના કારણે આવતા દિવસો માં વધુ નારાજગી ઉભી થાય તેવી શક્યતા છે અહીં આવેલી જીએસ્સેલ કંપની સામે પણ આ ગામ ના લોકો એ મોરચો માંડ્યો છે ગામ ના લોકો ને રોજગારી આપે તે પ્રકાર ની માંગ છે જી.એસ.સેલ કંપની સામે આક્રોશ ઉભો થયો છે તેમ છતાં જી.એસ.સેલ કંપની ના અધિકારી ઓ હજુ સુધી આ છાવણી ની મુલાકાતે આવ્યા નથી જેને લઇ ને કંપની સામે લોકો ની વધુ નારાજગી ઉભી થઈ છે