કાલાવડના ખરેડીમાં સાસરીયાના ત્રાસથી પરીણિતાનો આપઘાત

જામનગર તા.16
કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં રહેતી પરણીતાને સાસરીયાના ત્રાસના કારણે અગ્નિસ્નાન કરતા મોત નિપજયું હતું.
ખરેડી ગામમાં રહેતી પ્રજ્ઞાબેન નામની મહીલાને તેના સાસરીયા દ્વારા માનસીક ત્રાસ આપવામાં આવતો હતો તું જુનો કરીયાવર લાવી છો સોનું લાવી નથી વગેરે બાબતે મેણાટોણા મારી ત્રાસ આપતા તેણીએ કંટાળી જઇ ગતરાત્રે પ્રજ્ઞાબેનએ પોતાના ઘરમાં અગ્નિસ્નાન કરી લેતા તેણીનું મૃત્યુ નિપજયું હતું.
આ અંગે તેણીનાં પિતા ભીખાભાઇ મીઠાભાઇ ચૌહાણ (ઉ.વ.પર)એ પોતાની પુત્રીને આપઘાત માટે મજુબર કરવા અંગે પતિ મહેશભાઇ, સાસુ વિજયાબેન જેઠ રમેશભાઇ અને જેઠાણી નિરુબેન બથવાર સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
કડબના જથ્થામાં આગ લગાડનાર ચારે સામે ફરીયાદ
જામનગર તાલુકાના મોડા ગામમા 1પ દિવસથી કડબના જથ્થાને આગ લગાડી સળગાવી નાખવામાં આવતા ચાર શખ્સો સામે પોલીસમાં ફરીયાદ નોંધાવાઇ છે.
નેવી મોડા ગામમાં રહેતા ભીખાભાઇ સુરાભાઇ (ઉ.વ.56) ના ઢોર રાખવા વાડો બાંધવામાં આવ્યો હતો આથી તેના ગામના ઇન્દ્રસિંહ ચંદુભા જાડેજા, ચંદુભા નાથુભા જાડેજા, લાલુભા સામતસિંહ જાડેજા અને સહદેવસિંહ ભુરુભા જાડેજાએ એક સંયુકત તેના વાડામાં રાખવામાં આવેલ રૂા 15 હજારની કિંમતના કડબના જથ્થાને આગ લગાડી દીધી હતી. આ અંગે ભીખાભાઇએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
યુવાનનો મૃતદેહ મળ્યો
કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામની સીમમાં પ્રવિણભાઇ ફળદુની વાડી પાસેથી ગઇકાલે સવારે એક અજાણ્યા માનસીક અસ્વસ્થ યુવાનનો શરીરમાં ઇજા પામેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
ગઇકાલે સવારે પ્રવિણભાઇ ફળદુ પોતાની વાડીએ જતા તેમને મૃતદેહ નજરે ચડયો હતો આથી પોલીસે ને જાણ કરતાં પોસઇ પી.એસ. બનાવ સ્થળે દોડી ગયા હતા અને તપાસ શરુ કરી હતી.