અરૂણ જેટલી ઉપર કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળ

નવીદિૃલ્હી, તા. ૧૪
કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી ઉપર આજે એમ્સમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી હતી. હોસ્પિટલે નિવેદૃન જારી કરીન્ો કહૃાું છે કે, હવે ત્ોમની સ્થિતિ સુધારા પર છે. એમ્સના મિડિયા એન્ડ પ્રોટોકોલ ડિવિઝનના અધ્યક્ષ અન્ો ડોક્ટર આરતી વિજે માહિતી આપતા કહૃાું છે કે, કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળ રહી છે. કિડની દૃાન કરનાર અને કિડની મેળવનાર બંન્ોની સ્થિતિ સુધારા ઉપર છે. જેટલીન્ો શનિવારના દિૃવસ્ો હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે ૮ વાગ્ો ઓપરેશન શરૂ થયું હતું. કિડની સાથે સંબંધિત સમસ્યાથી પરેશાન અરુણ જેટલી છેલ્લા એક મહિનાથી ડાયાલીસીસ પર ચાલી રહૃાા હતા. જેટલી પરિવારના મિત્ર અને એમ્સના ડિરેક્ટર રણદૃીપ ગુલેરિયાના ભાઈ ન્ોફ્રોલોજિસ્ટ ડોક્ટર સંદૃીપ ગુલેરિયા પણ ટ્રાન્સપ્લાન્ટ કરનાર તબીબ ટીમમાં સામેલ રહૃાા હતા.