કોંગ્રેસે રાષ્ટ્રપતિને ફરિયાદ કરી; મોદી અમને ધમકાવે છે!

  • કોંગ્રેસે રાષ્ટ્રપતિને ફરિયાદ કરી; મોદી અમને ધમકાવે છે!
    કોંગ્રેસે રાષ્ટ્રપતિને ફરિયાદ કરી; મોદી અમને ધમકાવે છે!

નવી દિલ્હી તા.14
ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને અન્ય કોંગ્રેસના નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફરિયાદ કરી છે. પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, વડાપ્રધાન કોંગ્રેસને ધમકાવવાનું કામ કરી રહ્યાં છે. કર્ણાટકની ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસને લેને કે દેને પડ જાયેંગે વાળા નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે.
કોંગ્રેસે રાષ્ટ્રપતિને લખેલા આ પત્રમાં પીએમ મોદીએ હુબલીમાં આપેલા નિવેદનને લઈને વાંધો ઉઠાવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, દેશના વડાપ્રધાને કોઈના વિરૂદ્ધ પણ આ પ્રકારની ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ. આ પત્રમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ હસ્તાક્ષર કર્યાં છે.