મધર્સ ડે પર મોદીના માતા પર વાંધાજનક ટિવટ

નવી દિલ્હી તા. 14
મધર્સ ડેના દિવસે જ્યારે દેશ અને દુનિયાના લોકો પોતાની માતાના યોગદાનને યાદ કરી રહ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના પૂર્વ કાર્યકર અને ટીવી રિયાલીટી શોના હોસ્ટની એક ચર્ચિત ટવિટર હેંડલથી વાંધાજનક ટવીટ કરાઈ. વોઈસ ઓફ રામ નામના ટવિટર હેંડલ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા પર કરવામાં આવેલી વાંધજનક ટ્વીટની લોકો નિંદા કરી રહ્યા છે.
આ ટવિટર હેંડલ પરથી વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરીને લખવામાં આવ્યું છે કે, જો નરેન્દ્ર મોદીની માએ અબોર્શન પર વિચાર કર્યો હોત તો આ ભારતના દરેક દીકરાને સારી ભેટ મળી હોત. આ પોસ્ટ સાથે મધર ડે હેશટેગનો પણ ઉપગોય કરવામાં આવ્યો હતો.આ ટવીટની ભરપૂર નિંદા થઈ રહી છે. ઘણાં યુઝર્સે આ ટવીટના જવાબમાં લખ્યું કે આ હેન્ડલનો ઉપયોગ માત્ર પીએમ મોદીની નિંદા માટે જ કરવામાં આવે છે. ઘણાં લોકોએ મહારાષ્ટ્ર સરકારને આ ટ્વિટર હેન્ડલ ચલાવતા લોકો સામે કેસ નોંધવાની માંગ કરી છે.
ટવિટર તરફથી વેરિફાય આ હેન્ડલનો એક ટીવી રિયાલીટી શોના હોસ્ટ અને પૂર્વ આપ આદમી પાર્ટી (આપ) સાથે જોડાયેલા રામ સુબ્રમણ્યમ ચલાવે છે. નોંધનીય છે કે આ હેન્ડલ પરથી વારંવાર મજાકવાળી ટ્વિટ કરવામાં આવે છે, પણ ઘણી વખત વાંધાજનક ટ્વીટને લઈને પણ ફરિયાદ થઈ છે.