લોકશાહીના પોકળ લેબલ સિવાય ચૂંટણીઓ દેશને કશું જ મહત્વનું આપતી નથી!

  • લોકશાહીના પોકળ લેબલ સિવાય ચૂંટણીઓ દેશને કશું જ મહત્વનું આપતી નથી!
    લોકશાહીના પોકળ લેબલ સિવાય ચૂંટણીઓ દેશને કશું જ મહત્વનું આપતી નથી!

આખી પૃથ્વી ભરાઈ જાય એટલું ધન ખર્ચતાંયે અમરત્વ મળતું નથી. આ એક સનાતન સત્ય છે અને યાજ્ઞવિલ્કય જેવા મહાન ઋષિએ તેમના વિદૂષી પત્ની મૈત્રેયીને આ મહામંત્ર સમજાવ્યો હતો આપણા ઉપનિષદનો સાર પણ એ જ છે.
આપણા રાજપુરૂષો કાં તો આ સનાતન સત્ય જાણતા નથી, અથવા તો એનો સ્વીકાર કરતા નથી. બે-પાંચ ભરાઈ જાય અને સાત પેઢી સુધી ખૂટે નહિ એટલું ધન એટલું કરવાની લાલસા ન હોય તો ધન માટે કે સંપતિ માટે ભ્રષ્ટાચાર કરવાનો અને પાપ આચરવાનો વખત જ કયાં આવે?
આપણા દેની બેસુમાર બરબાદીનાં મૂળમાં ધન વૈભવની લાલસા જ છે એ કોણ નથી જાણતું? અને ચૂંટણી તથા રાજગાદીની લાલસાએ તો આપણા દેશની ઘોર ખોદી છે!
કર્ણાટક વિધાનસભા અને પશ્ર્ચિમ બંગાળની પંચાયતી ચૂંટણીઓ કેટલી હદે બિહામળી બની છે એ કહેવા જતાં આપણો આ દેશ કલ્પનામાં ન આવે એટલો લાજી મરે તેમ છે.
કર્ણાટકનાં પરિણામો આડે ગણતરીના કલાકો છે. પશ્ર્ચિમ બંગાળની ચૂંટણીનું બેહુદું ચિત્ર દર્શાવતો કલકતાનો અહેવાલ દર્શાવે છે કે,
અનેક કાયદાકીય લડાઈ બાદ આખરે સઘન સુરક્ષા વચ્ચે પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન હાથ ધરવામાં આવ્યું છે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ કરવામાં આવ્યું. પરંતુ મતદાન દરમિયાન રાજ્યમાં અનેક ઠેકાણેથી હિંસાની ઘટનાઓ સામે આવવા લાગી છે. તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રાજ્યમાં રીતસરનો ઉત્પાત મચાવ્યો. હિંસામાં 20થી વધુ લોકોના મોત નિપજ્યા છે.
ચૂંટણી દરમિયાન સામે આવેલા એક વીડિયોમાં ટીએમસીના કાર્યકર્તાઓ એક પોલિંગ બૂથની બહાર લોકોને મતદાન કરવા જતાં અટકાવતા નજરે પડે છે. તેવી જ રીતે મમતા બેનરજી સરકારના એક મંત્રીએ પોલિંગ બુથ પર ભાજપના કાર્યકર્તાને થપ્પડ માર્યાના પણ અહેવાલ છે. મીડિયાકર્મીઓને પણ નિશાન બનાવવામાં આવ્યાં છે.
પશ્ચિમ બંગાળમાં આજે પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. એક તરફ વરસાદ છે તો બીજી તરફ રાજ્યમાં ટીએમસી કાર્યકર્તાઓ દૃબારા હિંસાઓ આચરવામાં આવી રહી હોવાના અહેવાલ છે. હિંસાની આ ઘટનાઓએ પશ્ચિમ બંગાળમાં સુરક્ષા વ્યવસ્થા અને કાયદા-વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં બે જુથો વચ્ચે ઝપાઝપીમાં લગભગ 20 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઈજાગ્રસ્તોએ તેમના પર ટીએમસીના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, અમે મતદાન કરવા ગયાં હતાં પરંતુ ટીએમસીના લોકોએ લાકડીઓ વડે અમારા પર હુમલો કરી દીધો. તમામ ઈજાગ્રસ્તોને એમજેએન હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
કૂચબિહારમાં જ બૂથ નંબર 8/12માં પોલીસની સામે જ મમતા બેનરજી સરકારના મંત્રી રબીંન્દ્રનાથ ઘોષે એક ભાજપ સમર્થકને થપ્પડ મારી દીધી હતી. એટલું જ નહીં, બૂથ પર હાજર રહેલા ઘોષના સમર્થકો અને એક પોલીસકર્મીએ સુજીત કુમાર દાસ નામના ભાજપ સમર્થકને બહાર ધકેલી દીધો હતો.
ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે બુથ પર ઘટના ઘટી ત્યાં ઘોષ મતદાન કરવા ગયા જ નહતા, કારણ કે તેઓ ત્યાંના નિવાસી જ નથી. તેવામાં ઘટનાસ્થળ પર ઘોષની હાજરી અને એક વ્યક્તિને માર મારવાને લઈને અનેક સવાલો ઉભા થયાં છે.
ભાંગર જીલ્લામાંથી પણ હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. અહીં તો મીડિયાને જ નિશાન બનાવાઈ રહ્યું છે. અહીં મીડિયાના વાહનને આગના હવાલે કરી દેવામાં આવ્યું છે. કેમેરામેનોના કેમેરા પણ તોડી નાખવામાં આવ્યાં છે. મીડિયાકર્મીઓને પ્રવેશ પણ નથી અપાઈ રહ્યો. મોટી સંખ્યામાં લોકોએ રોડ પણ જામ કરી દીધા છે. ટીએમસી કાર્યકર્તાઓ બુથ કેપ્ચરિંગનો પ્રયાસ કરી રહ્યાં હોવાનો પણ લોકોએ આરોપ લગાવ્યો છે.
બીરપાડામાં કેટલાક લોકોએ બુથ નંબર 14/79 પર મતદાનમાં ખલેલ ઉભી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. અહીં પણ ટીએમસીના જ કાર્યકર્તાઓ શામેલ હોવાનું કહેવાય છે. બહાર આવેલા વીડિયોમાં મતદાતાઓને બુથની અંદર દાખલ થતા જ અટકાવવામાં આવતા જોવા મળી રહ્યાં છે.
ઉત્તર 24 પરગણામાં ચૂંટણી પહેલા શનિવારે કમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઈંડિયા (માર્ક્સવાદી)ના એક કાર્યકર્તા અને તેની પત્નીને જીવતા સળગાવી દઈ મોતને ઘાટ ઉતારવાની ઘટના પણ સામે આવી છે. કહેવાય છે કે, સીપીએમના કાર્યકર્તાના ઘરને આગ લગાડી દેવામાં આવી હતી જેમાં બંનેના મોત નિપજ્યાં હતાં. પાર્ટીએ ઘટના માટે ટીએમસીના કાર્યકર્તાઓને જવાબદાર ઠેરવ્યાં છે.
આ ચુંટણીઓને અંતે એવો ખયાલ ઉપસે છે કે લોકશાહીના પોકળ લેબલ સિવાય પ્રત્યેક ચૂંટણી વખતે એવો સુર બહાર આવે છે કે, આવી બેઢંગી ચૂંટણી પ્રથા જેટલી વહેલી પૂરી થાય એટલાં પાપ ઓછાં!.. ગંગા મૈયા પણ હવે હાથ જોડે છે!
આપણા વર્તમાન ચૂંટણી ઢંઢેરાઓમાં ગીતા, કુરાન, બાઈબલની પવિત્રતા અને પાવકતાનો છેદ ઉડી ગયો છે, અને ભાષણખોરીમાં કયાંય સાચી જબાન રહી નથી!
રાજગાદીની આ લડાઈ આપણા ગરીબ દેશના અબજો રૂપિયાનો ધૂમાડો કરશે. એ સિવાય મહત્વનું કાંઈ નહિ પામે એમ કહેવું પડે છે!