અમૃતને ઝેર બનાવવાનો સ્વભાવ માણસ કયારે બદલશે? ફળોની રાણીનો સવાલ !

  • અમૃતને ઝેર બનાવવાનો સ્વભાવ માણસ કયારે બદલશે? ફળોની રાણીનો સવાલ !
    અમૃતને ઝેર બનાવવાનો સ્વભાવ માણસ કયારે બદલશે? ફળોની રાણીનો સવાલ !

એક ભાગવત કથામાં વ્યાસપીઠ ઉપર બિરાજતા કથાકાર મહાશયે એવું કહેવું પડયું હતું કે અમૃતને ઝેર બનાવવાનો સ્વભાવ માણસો કદાચ કયારેય નહિ બદલે શકે એમ લાગવા માંડયું છે !
આમ તો ભાગવત કથાનો હેતુ મનુષ્યની પ્રકૃતિને અને તેમની ચીલાચાલુ સમજણને જેટલી
બદલી શકાય એટલી બદલવાનો છે, અને મોક્ષગતિ પામવાનો રસ્તો બતાવવાનો છે.
મનુષ્યો ઘણે ભાગે નિજી સ્વાર્થમાં જ રાચે છે અને પોતાના સ્વાર્થને ખાતર તેમની બુઘ્ધિને બગડવા દે છે!
એમને એવો વિચાર આવતો જ નથી કે પ્રત્યેક મનુષ્યે કશી જ પૂર્વ જાણ વગર મરવાવું છે.એની જીવનયાત્રા કઇ ઘડીએ સમેટાઇ જશે એ કશી શકાતું નથી. મર્યા પછી આ સંસારને જોડીને ઇશ્ર્વરની પાસે જવાનું છે. એમની સન્મુખ મૃત્યુ પામેલાઓની લાઇનમાં ઊભા રહેવાનું છે. ઇશ્ર્વર સવાલો પૂછવાના છે અને એના જવાબ આપવાના છે...
ઇશ્ર્વર પૂછશે કે મેં તને પૃથ્વી ઉપર મોકલ્યો ત્યારે તને બે હાથ આપ્યા હતાં ? એનું તે શું કર્યુ ? આટલી મોટી જીવસૃષ્ટિમાં મેં બુઘ્ધિ મેં માત્ર મનુષ્યને જ આપી છે. તને મેં આપી હતી ? એનું તેં શું કર્યુ ? ઇશ્ર્વર બધું જાણતા હોય છે, એટલે કશું જ ખોટું નહિ બોલાય ?.....
મનુષ્યો તો પણ સ્વાર્થમાં રાચે છે. અમૃતને ઝેરમાં ફેરવ્યા કરે છે...
જુઓ આ ભાગવતકથાની પૂજામાં શુકન અર્થે ફળ મૂકવા પડે છે અત્યારે ફળની રાણી ગણાતી કેરી આપણે નહીં. ઇશ્ર્વરને અર્પણ કરી નથી.
કેરીને પકાવવા માટે ઝેરી પાવડરનો ઉપયોગ થાય છે અને તે પણ વધુમાં વધુ જડપથી કાચી કેરી પકાવી દે એટલો ચીની પાવડર ઉપયોગમાં લેવાય છે. આવો પાડવર કેન્સરની બિમારી
સર્જે છે.
ફળોની રાણી ગણાતી અમૃત જેવી કેરીને ઝેરી બનાવતા લોકો કમાણી કરવા માટે આવું પાપ કરે છે.ે
આને લગતા અહેવાલ મુજબ રાજકોટ શહેરમાં હાલમાં કેરીની સીઝન ફુલ જોશમાં છે માર્કેટો અને લારીઓમાં કેરીનું ધોમ વેચાણ થઇ રહ્યું છે. મનને મોહી લેતી કેસરી કલરની કેરી જોઇને ગમે તેને લેવાનું મન થઇ જતું હોય છે પરંતુ આ પ્રકારની કેરી ખાધા પછી છેતરાઇ ગયાની લાગણી અનેક લોકો અનુભવી ચુકયા છે અને હજુ અનુભવવાના હોય તે રીતે એક જાતનું ઝેર એટલે કે કાર્બાઇડથી પકાવેલી કેરીનું રાજકોટમાં છડેચોક વેચાણ શરૂ થયા
બાદ મહાનગરપાલીકાના આરોગ્ય વિભાગની ફુડ શાખાએ અચાનક કેરીના સાત ગોડાઉન પર દરોડો પાડી 4પપ કિલો ઝેરી કેરીનું તેમજ ર4ર કિલો ચીકુનો નાશ કરી પ3 કિલો કાર્બાઇડનો જથ્થો જપ્ત કર્યો હતો.
મનપાના ફુડ વિભાગ દ્વારા કાર્બાઇડથી પકાવતા કેરીના વેપારીઓ પર ઘોંસ બોલાવી આજરોજ દરોડાની કાર્યવાહી હાથ ધરેલ જેમાં ચેકીંગ દરમ્યાન પાંચ કિલો કાર્બાઇડ તેમજ કેદારનાથ સોસાયટીની બાજુમાં પાટીદાર કેરી ભંડારમાંથી 34 ચાઇનીઝ કેમીકલની પડીકીઓ અને કેવડાવાડી 9/17 ના ખુણે આવેલ મહેશભાઇ જેઠાભાઇના કેરીના ગોડાઉનમાંથી 4 કિલો કાર્બાઇડ કેરીના ગોડાઉનમાંથી ર4 કાર્બાઇડની પડીકી અને 4ર કિલો ઝેરી ચીકુનો નાશ કર્યો હતો. મવડી રોડ પર આનંદ બંગલા પાસે કૃણાલ સતીષભાઇ જોશીના ગોડાઉનમાંથી 44 કિલો કાર્બાઇડનો મોટો જથ્થો ઝડપાયો હતો. તેવી જ રીતે કુળદેવી કેરી ભંડાર અને જલારામ ફ્રુટ સેન્ટરમાંથી કાર્બાઇડનો જથ્થો ઝડપી કુલ પ3 કિલો કાર્બાઇડ જપ્ત કરવામાં આવ્યો હતો.
આરોગ્ય અધિકારી ડો.પંકજ પી.રાઠોડ અને ફુડ ઇન્સ્પેકટર અમિત પંચાલના જણાવ્યા મુજબ સામાન્ય રીતે કેરીના પાકતા 8 થી 10 દિવસ લાગે છે પરંતુ કૃત્રિમ રીતે કેરી પકાવવા માટે કેલ્શીયમ કાર્બાઇડનો ઉપયોગ કરવામાં આવે છે.
તેમાં કિલો દીઠ બે પડીકી નાખવાથી 48 કલાકમાં કેરીનો રંગ પીળો થઇ જાય છે અને કૃત્રિમ ચમક ધારણ કરે છે. આ પ્રકારની કેરી ખાવાથી મોઢામાં, ચીભમાં કે હોઠ પર બળતરા થાય છે તેમજ શ્ર્વાસ લેવામાં મુશ્કેલી પડે છે અને મેડીકલ ઇમરજન્સી ઉભી થતી હોય છે. વધુ પડતી કેરી ખાવાના કારણે ફુડ પોઇઝીંગના કેસ થાય છે તેમજ કેન્સર થવાની શકયતા વધી જાય છે.
આ પ્રકારની કેરી ખાવાથી ઢોરને પણ નુકસાન થાય છે તેમજ મૃત્યુના કારણ પણ બની શકે છે. આથી લોકોએ કાર્બાઇડથી પકાવેલી કેરી ન ખાવાનું આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે જણાવ્યું છે.
બીન એક અહેવાલ મુજબ રાજકોટની બહારથી આવતા લોકોએ કરી લેવાનું જ માંડી વાળ્યું હતું. વર્તમાન પત્રોમાં અમૃત સમી, ફળોની રાણી ગણાતી કેરી વિષે બહાર આવેલી માહિતીને કારણે પ્રમાણિક વેપારીઓના વેપારમાં ઘટાડો થતો રહ્યો છે.
આ પરિસ્થિતિ કેરી ખાનારાઓને નારાજ કરે છે અને નિરાશ પણ કરે છે કેરીની મોસમની રાહ જોતા અને
એની મોજ માણતા લોકોએ આ અંગે શું કરવું ઘટે એ મુદ્દો એક કોયડો સમો બની ગયો છે.