ATMમાં આગ 25 લાખ ખાક !

વલ્લભવિદ્યાનગર, તા.12
આણંદ જિલ્લાનાં વલ્લભવિદ્યાનગરનાં નાના બજારમાં આવેલા બેંક ઓફ બરોડનાં અઝખ સેંટરમાં શુક્રવારે આગ લાગી હતી. આ આગની ઘટનામાં અંદાજે 25 લાખની રોકડ બળીને ખાક થઈ ગઈ છે. મોડી સાંજે ઈલેક્ટ્રોનિક બેંકિંગ સેંટરમાં આવેલા 3 અઝખ, 1 કેશ ડિપોઝિટ મશીન અને 1 પાસબુક પ્રિન્ટર પણ આગમાં ફાટી બળીને ખાક થયા હતા.
શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે આગનું ચોક્કસ કારણ જાણવા માટે ઈઈઝટ ફૂટેજ તપાસવામાં આવશે. જ્યારે બેંકનાં સિક્યોરિટી ગાર્ડે સેંટરમાંથી ધૂમાડા નીકળતાં જોયા ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. સિક્યોરિટી ગાર્ડે બેંકનાં અધિકારીઓને જાણ કરતાં તેમણે ફાયરબ્રિગેડ બોલાવી હતી. જો કે ફાયર ફાઈટર્સ આવે ત્યાં સુધીમાં આગ આખા સેંટરમાં પ્રસરી ગઈ હતી.
આગનાં ભરડામાં બેંક બ્રાંચ પણ આવી ગઈ હતી. ફાયર ફાઈટર્સે અઝખ સેંટરમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો છે. ધૂમાડો બહાર કાઢવા માટે બેંક બ્રાંચની બિલ્ડિંગની બારીઓનાં કાચ તોડવા પડ્યા હતા. બેંકની બ્રાંચમાં વીજપુરવઠો પણ બંધ કરી દેવાયો હતો. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, અઝખ અને બાકીના મશીનોને ભારે નુકસાન થયું છે. હકીકતમાં કેટલી કેશ બળી ગઈ તે જાણવા માટે કેટલા રૂપિયા ઉપાડાયા અને હજુ અઝખમાં કેટલા રૂપિયા બચ્યા છે તેની ગણતરી બાકી છે.