આત્મહત્યા બહાદૂર અને બાહોશ પોલિસ અધિકારી કરે? અજબ જેવી દુર્ઘટના !

પોલિસ અધિકારી મહારાષ્ટ્રના હોય કે ગુજરાતનાં હોય તે આત્મહત્યા કરે તે સનસનાટી સર્જે એવી દુર્ઘટના બની જાય છે. કોઈ મનુષ્યને બીજા કોઈ મનુષ્યની સાથે મૈત્રી થાય તે સુખદ ઘટના અને આવી મૈત્રીમાં તીરાડ પડે તે દુર્ઘટના એમ આપણે સહુ માનીએ છીએ કેટલીક મૈત્રી તો મનુષ્યની છેલ્લી પથારી સુધી અખંડ રહે છે. એવું પણ આપણે જોયું છે.
મહારાષ્ટ્રના ‘સુપર કોપ’ (સર્વોપરિ પોલિસ અધિકારી) શ્રી હિમાંશુ રોયે પોતાની સર્વિસ રિવોલ્વર વડે આત્મહત્યા કરી અને તેમની જીવનયાત્રાને સંકેલી લીધી એને આપણે અજબ જેવી દુર્ઘટના કહેવી પડશે!
આ અધિકારીને મહારાષ્ટ્રનાં સત્તાધીશો તેમજ મહારાષ્ટ્રની પ્રજાએ એક બાહોશ બહાદૂર અને પૂરેપૂરા કર્તવ્યનિષ્ઠ અધિકારી તરીકે નવાજયા છે! આને લગતી મુંબઈનો અહેવાલ દર્શાવે છે કે
મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારી, મહારાષ્ટ્ર અઝજના ભૂતપૂર્વ પ્રમુખ અને એડિશનલ જનરલ ઓફ પોલીસ આત્મહત્યા કરી લીધી છે. હિમાંશુ રોય 1988 બેચના આઈપીએસ અધિકારી હતાં. રોયે મુંબઈમાં પહેલી સાઈબર ક્રાઈમ સેલની સ્થાપના કરી હતી.
હિમાંશુ રોયે સર્વિસ રિવલ્વોરથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ખુબ જ કડક પોલીસ અધિકારી તરીકે જાણીયા રોય લાંબા સમયથી બ્લડ કેંસરથી પીડિત હતાં.
આઈપીએલની સટ્ટેબાજી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની સંપત્તિ જપ્ત કરવાના અભિયાનમાં રોયની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. હિમાંશુ રોયની આત્મહત્યાથી મુંબઈ પોલીસ બેડામાં સન્નાટો મચી જવા પામ્યો છે.
આ મામલે હજી સુધી હિમાંશુ રોયના પરિજનો તરફથી કોઈ જ પ્રતિક્રિયા સામે આવી નથી. હાલ તેમના મૃતદેહનું પોસ્ટમાર્ટમ કરવામાં આવી રહ્યું છે. રોયના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિમારીના કારણે તેઓ સતત ડિપ્રેશન હેઠળ હતાં.
રોય પોતાની ફિટનેશ પર ખાસ ધ્યાન આપતાં હતાં. તેઓ એક કડક પોલીસ અધિકારી તરીકેની છાપ ધરાવતા હતાં. પડછંદ શરીર શેષ્ઠવ ધરાવતા ઈંઙજ અધિકારીની આત્મહત્યાથી સૌકોઈ આશ્વર્ય પામ્યું છે.
હિમાંશુ રોય 1988 બેચના ઈંઙજ ઓફિસર હતાં. તે પોતાની પડછંદ પર્સનાલિટી અને દબંગ અંદાજ માટે જાણીતા હતાં.
હાલ હિમાંશુ રોય અઉૠ રેંકના અધિકારી હતાં. તેમણે આતંકવાદ સાથે જોડાયેલા કેસ ઉપરાંત જે ડે મર્ડર કેસ, ઈંઙક સ્પોટ ફિક્સિંગ સહિત અનેક બહુચર્ચિત કેસની તપાસ કરી હતી.
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની સંપત્તિ જપ્ત કરવાના અભિયાનમાં પણ તેમની ભૂમિકા ખુબ જ મહત્વપૂર્ણ હતી.
આ દુર્ઘટના અંગે તપાસ કરવાની જે માગણી થઈ છે તે બેશક ઉચિત છે.
આપણાદેશમાં બાહોશ, બહાદૂર, ફરજનિષ્ઠ અને પોતાની વફાદારીમાં લેશમાત્ર શિથિલ ન રહે એવા પોલિસ અમલદાર આપણા દેશની મોંઘેરી મૂડી સમા ગણાતા હોય છે.એક સારા પોલિસને તૈયાર કરવામાં જબરી મહેનત કરવી પડે છે. અને નોંધપાત્ર ખર્ચ પણ કરવો પડે છે. તો આવા જાંબાઝ પોલિસ ઓફિસર તૈયાર કરવામાં કેટલી મથામણ કરવી પડે છે. એ વાત ભૂલવા જેવી નથી.
શ્રી હિમાંશુ રોય નીવડેલા, સન્નિષ્ઠ અને સુશીલ અમલદાર હતા એમની વિદાય બહુ મોટી ખોટની ગરજ સારશે એવો સર્વગ્રાહી મત છે. બીજા હિંમાંશુ રોય તૈયાર કરવામાં સમય લાગી જશે!
અહી એવા પ્રશ્ર્નો ઉઠે છે કે આવા અમલદારે આટલી બૂરી રીતે આત્મહત્યા કરી તે બ્લડ કેન્સરની બિમારીથી ત્રાસી કંટાળીને જ કરી હાવેની ચાડી ખાતી કશીજ સાબીતી બહાર આવી નથી. આ પગલુ લેવા અંગે તેમણે પરિવારની કે નીકટની કોઈ વ્યકિતને જાણક રી નથી.
પોતાની પારિવારિક લાગણી અભિવ્યકત કરી નથી કે સામાન્ય રીતે બંને છે તેમ કોઈને ભરભલામણ કરી નથી તેમના જીવનની અંતિમ પળો માનવસહજ સ્વભાવ અને માનવસહજ સંવેદનનાની વિરૂધ્ધ હોવાનું ચિત્ર ઉપસે છે.
આમપણ આવા જાંબાઝ અમલદારની આત્મહત્યા સવાલો જગાડે છે! આમાં કેટલુંક ભેદી પણ લાગે? તપાસમાં શું બહાર આવે છે તે જાણતા પહેલા છેલ્લી વારની સુક્રિયા અને સલામના તેઓ અધિકારી છે, અને પોતાની જીવનયાત્રાને બધી રીતે શોભાવી હોયએવા ભદ્રજનને કોણ યાદ ન કરે? આપણે ઈચ્છીએ કે તેઓ પોલિસ આલમને અને માનવસમાજને દાખલારૂપ બને!