મિલકત જાહેર ન કરનાર રાજયના 1000 અધિકારીઓનો પગાર અટકયો

ગાંધીનગર, તા.11
ગુજરાતમાં સરકારે 1000 જેટલા વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓને એપ્રિલ માસનો પગાર ચૂકવવામાં આવ્યો નથી.સરકારે વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓને માર્ચ માસ પહેલા પોતાની મિલ્કતનુ રીટર્ન ફાઇલ કરવા માટેની મુદ્ત આપી હતી.આમ છતા એપ્રિલ માસ પુરો થયા બાદ પણ આ અધિકારીઓએ મિલ્કતનુ રીટર્ન ફાઇલ ન કરતા સરકારે આવા અધિકારીઓના પગાર પર રોક લગાવી દીધી છે.
રાજયના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહ એ આ વાતને સમર્થન આપતા જણાવ્યુ હતુ કે, રાજય સરકારે વર્ગ1 અને વર્ગ 2 ના તમામ અધિકારીઓને તાકિદ કરી હતી કે માર્ચ માસ સુધીમાં તમામ એ પોતાની મિલ્કતનુ રીટર્ન ફાઇલ કરવાનુ છે.જો કે રાજયના 900 થી 1000 અધિકારીઓએ પોતાનુ રીટર્ન ફાઇલ કર્યુ નથી. તેના કારણે તેઓનો પગારરોકવામમાં આવ્યો છે. હવે આ અધિકારીઓને શો કોઝ નોટીસ આપવામાં આવશે.આમ છતા મિલ્કતનુ રીટન ફાઇલ નહી કરે તો સરકાર આકરા પગલા લેશે.
સરકાર દ્રારાદેશનના તમામ આઇ એ એસ અને આઇ પી એસ અધિકારીઓને જાન્યુઆરી સુધીમાં પોતાની મિલ્કતનુ રીટર્ન ફાઇલ કરવુ ફરજીયાત છે. વર્ષોથી દરેક આઇ એ એસ અને આઇ પી એસ અધિકારીઓ પંદર વર્ષે પોતાની મિલ્કતનુ રીટર્ન ફાઇલ કરે છે.ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકારની જેમ રાજયના વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓ માટે મિલ્કત નુ રીટર્ન ફાઇલ કરવાનો નિયમ અમલમાં મુક્યો છે.
જો કે સરકાર શુ પગલાં લેશે તેનો ભય રાખ્યા વગર સરકારના 1000જેટલા અધિકારીઓએ મુદ્ત પુરી થયા બાદ પણ રીટર્ન ફાઇલ કર્યુ ન હતુ.આથી સરકારે પહેલા આવા અધિકારીઓને નોટીસ આપી હતી.અને એપ્રિલની 20 તારીખ સુધીમાં રીટન ફાઇલ કરવાનો આદેશ કર્યો હતો.આમ છતા આવા અધિકારીઓએ સરકારના આદેશની અવગણના કરી રીટન ફાઇલ કર્યુ નથી.જેના કારણે આવા અધિકારીઓનો પગાર કાપી લેવામાં આવ્યો છે.રાજય સરકારના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહના જણાવ્યા પ્રમાણે હવે આવા અધિકારીઓને આખરી નોટીસ આપવામાં આવશે.અને આમ છતા તેઓ મિલ્કતનુ વિવરણ નહી આપે તો ગંભીર પગલા લેવામાં આવશે.