વિદેશ પાછળ સોના-ચાંદીમાં સુધારો

  • વિદેશ પાછળ સોના-ચાંદીમાં સુધારો
    વિદેશ પાછળ સોના-ચાંદીમાં સુધારો

રાજકોટ તા.11
ખાઘતેલ બજારમાં ગઇકાલે કપાસીયા તેલ અને પામોલીનમાં નજીવો સુધારો રહ્યા બાદ આજે બજાર ટકેલી હતી. ટેકસ પેઇડ સીંગતેલ નવા ડબ્બાના ભાવ 1460-1470 રહ્યા હતા કપાસીયા રિફાઇન્ડ તેલના ભાવ 1250-1280 રહયા હતા. કપાસીયા ખોળમાં આજે મજબુતી તી સીંગખોળ સ્થિર હતો.
ખાંડ બજારમાં નરમી હતી ચણા-બેસણ ટકેલા હતા. એરંડામાં સ્થિરટોન હતો. વિદેશ પાછળ સોના-ચાંદીમાં સુધારાની ચાલ રહી હતી.
મગફળી
સૌરાષ્ટ્રના યાર્ડોમાં આજે મગફળીની 1પ હજાર ગુણીની આવક રહી હતી. રાજકોટ યાર્ડમાં આજે મગફળીની ખાસ આવક હતી નહી મીલ ડીલેવરીમાં જામનગરમાં જાડી મગફળીના ભાવ 650-670 રહ્યા હતા. જુનાગઢમાં છ હજાર ગુણીની આવક હતી. ભાવ જાડી મગફળીના ભાવ 14600, જીણીના 17000, જી-ર0 ના 14700, પીલાણના 13200 રહ્યા હતા. વેરાવળમાં જાડી મગફળીના ભાવ 13000, દાણાવાળીના 14200 રહ્યા હતા.
સીંગતેલ લુઝ
સીંગતેલ લુઝ બજારમાં આજે સ્થિર વલણ હતું. લુઝના ભાવ રૂા 800 પર ટકેલા હતા. કામકાજ 3-4 ટેન્કરના હતા. કોટનવોશના ભાવ 722-725 રહ્યા હતા. કામકાજ 20-25 ગાડીના હતા. કંડલા બંદરે પામોલીન તેલના ભાવ 724-725 તેમજ સોયાબીન તેલના ભાવ 734-735 રહ્યા હતા. કપાસીયા ખોળમાં રૂા 20 વધી ભાવ 750-780 થયા હતા. જામનગરમાં લુઝના ભાવ 800, ભાવનગરમાં પણ 800 તેમજ વેરાવળમાં 780 રહ્યા હતા.
ખાંડ
ખાંડ બજારમા આજે નરમી હતી રાજકોટ ખાતે ખાંડની 800 ગુણીની આવક હતી. ખાંડ ડી ગ્રેડના ભાવ 2850-2960 રહ્યા હતા. તેમજ સી ગ્રેડના 3070-3100 રહ્યા હતા.
એરંડા
એરંડા બજારમાં આજે સ્થિરટોન હતો. ગુજરાતમાં 90 હજાર ગુણીની આવક હતી. ભાવ 765-800 રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં 4 હજાર ગુણીની આવકે ભાવ 720-760 રહ્યા હતા. જગાણાના ભાવ 800, કડી 795, કંડલા 795, માવજી હરીના 780-790 તેમજ ગીરનારના 780-785 રહ્યા હતા. જયારે દિવેલના ભાવ 830-832 રહ્યા હતા.
સોના ચાંદી
વૈશ્ર્વીક બજાર પાછળ આજે સ્થાનીક સોના-ચાંદીમાં સુધારો હતો. વૈશ્ર્વીક ચાંદી 16.37 સેન્ટ રહી હતી. તેમજ સોનું 1325 ડોલર હતું. રાજકોટ બજારમાં ચાંદીમાં રૂા 200 વધી ભાવ 40500 થઇ હતી. જયારે સોનામાં રૂા 100 નો વધારો હતો સ્ટાન્ડર્ડ સોનું 32350, રર કેરેટના 31525, દાગીના પરતના 29750 રહ્યા હતા. જયારે સોનાના બિસ્કીટ (100 ગ્રામ) ભાવ 323500 રહ્યા હતા.