સાયલામાં ઉછીના પૈસાની ઉઘરાણી કરી યુવાન પર પાઇપથી હુમલો

  • સાયલામાં ઉછીના પૈસાની ઉઘરાણી કરી યુવાન પર પાઇપથી હુમલો
    સાયલામાં ઉછીના પૈસાની ઉઘરાણી કરી યુવાન પર પાઇપથી હુમલો

રાજકોટ તા.11
સાયલામાં ઉછીના પૈસાની ઉઘરાણી કરી બે શખ્સોએ ગોંડલના યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો કરતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં ખસેડાયો છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં જુની મામલતદાર કચેરી પાસે રહેતો સની લખમણભાઇ સોલંકી (ઉ.વ.ર0) નામનો યુવાન બે મહિનાથી સાયલામાં રહી ભંગારની ફેરી કરતો હતો તેણે પરેશ નામના શખ્સ પાસેથી પ00 રૂપિયા ઉછીના લીધા હોય દરમ્યાન ગતરાત્રે પરેશ અને વિક્રમે આવી ઉછીના પૈસાની ઉઘરાણી કરતા તેણે હાલમાં પૈસા નહીં હોવાથી પછી આપી દેશે તેવું કહેતા બંને શખ્સોએ ઉશ્કેરાઇ જઇ લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પ્રથમ સાયલા બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો છે.