ભાવનગરમાં જ્ઞાતી વિશે અભદ્ર ટીપ્પણી કરનારા ત્રણ ઝડપાયા

  • ભાવનગરમાં જ્ઞાતી વિશે અભદ્ર ટીપ્પણી કરનારા ત્રણ ઝડપાયા
    ભાવનગરમાં જ્ઞાતી વિશે અભદ્ર ટીપ્પણી કરનારા ત્રણ ઝડપાયા

ભાવનગર, તા. 11
ભાવનગરમાં કોળી સમાજની બેન-દિકરીઓ વિરૂદ્ધ અશ્ર્લીલ ઉચ્ચારણ કરતો વીડીયો બનાવી તેને સોશ્યલ મીડીયામાં વાયરલ કરતાં કોળી સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. આ અંગે જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ હતી. દરમ્યાન પોલીસે આ વીડીયો કલીપ વાયલ કરનાર સગીર સહિત ત્રણને ઝડપી લીધા છે. ભાવનગરમાં ચકચાર મચાવનાર અને કોળી સમાજમાં રોષની લાગણી ફેલાવનાર આ અંગેની વિગતો એવી છે કે તાજેતરમાં ભાવનગર નજીકનાં ગામે રહેતા એક માલધારી સમાજનાં ભાવનગર નજીકનાં ગામે રહેતા એક માલધારી સમાજનાં સગીર દ્વારા કોળી સમાજની બેન-દિકરીઓ વિરૂદ્ધ અશ્ર્લીલ ઉચ્ચારણ કરતો વીડીયો બનાવી તેને સોશ્યલ મીડીયામાં વાયરલ કરતાં કોળી સમાજની લાગણી દુ:ખાતા આ અંગે એસ.પી.ને રજૂઆત કરાતાં આ બનાવની તપાસ એલસીબી અને એસઓજીની ટીમને સોંપાઈ હતી.
પોલીસે આ અંગેની ગંભીરતા સમજી આ વીડીયો બનાવી વાયરલ કરનારા એક સગીર તથા હરેશ મકવાણાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.