જામનગરમાં વકીલની હત્યા કરનાર આરોપીનો સ્કેચ જાહેર

  • જામનગરમાં વકીલની હત્યા કરનાર આરોપીનો સ્કેચ જાહેર
    જામનગરમાં વકીલની હત્યા કરનાર આરોપીનો સ્કેચ જાહેર

જામનગર તા.11
જામનગરના વકીલની હત્યાના આરોપી 1ર દિવસ પછી પણ પકડાયા નથી આરોપીનો સ્કેચ જાહેર કર્યો છે. અને આરોપીની બાતમી આપનારને પ0 હજારના ઇનામ જાહેર કરેલ છે.જામનગરના વકીલ કિરીટ જોષીની ગત તા.ર8મી રાત્રીના છરીના ઘા માર હત્યા નિપજાવાઇ હતી આ ગુનામાં આજ દિવસ સુધી પોલીસને આરોપીના કોઇ સગડ મળ્યા નથી.બીજી તરફ ગત રાત્રે પોલીસે એક શકમંદ આરોપીનો સ્કેચ જાહેર કર્યો હતો અને આરોપીની બાતમી આપનારને પ0 હજારનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી.
જામનગર પોલીસ અધિક્ષક 99784 05639, અધિક પોલીસ અધિક્ષક 99784 08191, એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેકટર 99099 77277 અથવા એસઓજી ના પોલીસ અધિકારી (90999 10007) ઉપર બાતમી સહકાર આપવા પોલીસે લોકોને અપીલ કરી છે.
માહીતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવી ખાત્રી પણ જીલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવી છે. આમ પોલીસ દ્વારા હત્યારાઓને ઝડપી લેવા આકાશ-પાતાળ એક કરવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ સુધી સફળતા સાંપડી નથી.