અ-1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓમાં તોતિંગ ઘટાડો


ચાલુ વર્ષે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ગત વર્ષની સરખામણીએ તમામ પરિસ્થિતિએ વિદ્યાર્થીઓને દેખાવ નબળો રહ્યો છે. ટકાવારીની દ્રષ્ટિએ ગત વર્ષની સરખામણીએ 9 ટકા જેટલું નીચુ પરિણામ આવ્યુ છે. જેમાં પણ એ-1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 75 થી વધુ ટકા જેટલી ઘટી ગઈ છે. ગયા વર્ષે 589 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ મેળવવામાં સફળ થયા હતા ચાલુ વર્ષે માત્ર 136 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ મેળવી શકયા છે.