સૌરાષ્ટ્ર-કચ્છનું બોર્ડની સાપેક્ષમાં ઉંચું 77.44 ટકા પરિણામ

  • સૌરાષ્ટ્ર-કચ્છનું બોર્ડની સાપેક્ષમાં ઉંચું 77.44 ટકા પરિણામ
    સૌરાષ્ટ્ર-કચ્છનું બોર્ડની સાપેક્ષમાં ઉંચું 77.44 ટકા પરિણામ

રાજકોટ, તા.10
આજે વિજ્ઞાન પ્રવાહ ધો.12નું બોર્ડનું 72.99 ટકા પરિણામ જાહેર થયું છે તેની સાપેક્ષમાં સૌરાષ્ટ્ર-કચ્છે રંગ રાખી 77.44 ટકા જેટલું ઉંચું પરિણામ હાંસલ કર્યું છે જેમાં પણ રાજકોટ જિલ્લાએ 83.05 ટકા પરિણામ મેળવી રાજ્યમાં અવ્વલ જિલ્લો બન્યું છે તો કેન્દ્રમાં 95.65 ટકા પરિણામ સાથે સૌરાષ્ટ્રના જ ધ્રોલ કેન્દ્રએ ટોચ પર રહી મેદાન માર્યું છે. જો કે, આજે જાહેર થયેલું પરિણામ સામાન્ય કરતાં વધુ નબળું હોવાની સાબીતી સૌરાષ્ટ્ર-કચ્છમાંથી માત્ર 21 વિદ્યાર્થીઓ જ એ-1 ગ્રેડ મેળવવામાં સફળ થયા હોય આપી રહ્યું છે.
જિલ્લાવાર પરિણામ પર નજર કરીએ તો અમરેલી જિલ્લામાં 2711 વિદ્યાર્થીઓ નોંધાયા હતા તે પૈકી 2708 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી બે વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ, 31 વિદ્યાર્થીને એ-2 ગ્રેડ મળી કુલ 2070 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે 641 વિદ્યાર્થીઓને વધુ મહેનતની જરૂર સાથે 76.44 ટકા પરિણામ જાહેર થયું છે. કચ્છ જિલ્લાના 1462 પૈકી 1459 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી બે વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ સાથે અને 31 વિદ્યાર્થી એ-2 ગ્રેડ સાથે મળી કુલ 1111 વિદ્યાર્થી પાસ થયા છે અને 351ને વધુ મહેનતની જરૂર હોવાનું ખૂલતા પરિણામ 76.15 ટકા આવ્યું છે.
જૂનાગઢ જિલ્લામાં આજે જાહેર થયેલા પરિણામમાં કુલ 76.39 ટકા પરિણામ આવ્યું છે જેમાં 4945 વિદ્યાર્થીઓ નોંધાયા હતા તે પૈકી 4942 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
જેમાંથી એ-1 ગ્રેડ સાથે ચાર, એ-2 ગ્રેડ સાથે 85 મળી કુલ 3775 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને 1170 વિદ્યાર્થીઓને વધુ મહેનતની જરૂર હોવાનું ખૂલ્યું છે.
જ્યારે જામનગર જિલ્લામાં 2341 વિદ્યાર્થી નોંધાયા હતા તમામે પરીક્ષા આપી હતી જે પૈકી 61 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડ સાથે મળી કુલ 1881 વિદ્યાર્થી પાસ થયા હતા જેમાંથી 460 વિદ્યાર્થી નપાસ થતાં પરિણામ 80.33 ટકા આવ્યું છે.
ભાવનગર જિલ્લામાં 5520 વિદ્યાર્થી નોંધાયા હતા તે પૈકી 5517એ પરીક્ષા આપી હતી જેમાંથી ત્રણ એ-1 ગ્રેડ સાથે 146 એ-2 ગ્રેડ સાથે મળી કુલ 4264 વિદ્યાર્થી પાસ થયા છે અને 1596ને વધુ મહેનતનું ખૂલતા પરિણામ 77.29 ટકા નોંધાયું છે. રાજકોટ જિલ્લામાં 10627 વિદ્યાર્થી નોંધાયા હતા જેમાંથી 10621એ પરીક્ષા આપી હતી જે પૈકી સાત વિદ્યાર્થી એ-1 ગ્રેડ સાથે, 365 એ-2 ગ્રેડ સાથે મળી કુલ 9031 વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે 1596ને વધુ મહેનતની જરૂરત હોવાનું ખૂલ્યું હતું. રાજકોટ જિલ્લાનું કુલ પરિણામ 85.03 ટકા નોંધાયું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાનું ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 81.28 ટકા પરિણામ આવ્યું છે. જેમાં નોંધાયેલા કુલ 2158 વિદ્યાર્થીઓ પૈકી તમામે પરીક્ષા આપી હતી જેમાંથી બે ને એ-1 ગ્રેડ, 62ને એ-2 ગ્રેડ મળી કુલ 1754 વિદ્યાર્થી પાસ થયા હતા અને 404 વિદ્યાર્થીને વધુ મહેનતનું જાહેર થયું છે. પોરબંદર જિલ્લામાં 572 વિદ્યાર્થી નોંધાયા હતા અને 571એ પરીક્ષા આપી હતી. આ જિલ્લામાં પ્રથમવાર એક વિદ્યાર્થી એ-1 ગ્રેડ મેળવવામાં સફળ થયો હતો. જ્યારે 11 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ મળી કુલ 341 વિદ્યાર્થી પાસ થયા હતા અને 231 વિદ્યાર્થીને વધારે મહેનતની જરૂરત હોવાનું ખૂલ્યું છે. પોરબંદર જિલ્લાનું 59.72 ટકા પરિણામ જાહેર થયું છે.
બોટાદ જિલ્લામાં 843 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે તમામે પરીક્ષા આપી હતી અને આ જિલ્લામાં પણ પ્રથમવાર એક વિદ્યાર્થી એ-1 ગ્રેડ મેળવી શકયો હતો. જ્યારે 12 વિદ્યાર્થીને એ-2 ગ્રેડ મળી કુલ 716 વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે 127 વિદ્યાર્થીઓ નાપાસ થતાં જિલ્લાનું પરિણામ 84.93 ટકા નોંધાયું હતું.
દ્વારકા જિલ્લામાં 385 વિદ્યાર્થી નોંધાયા હતા. તમામે પરીક્ષા આપી હતી જે પૈકી એક વિદ્યાર્થી એ-2 ગ્રેડ મેળવવામાં સફળ થયો હતો. જિલ્લામાં કુલ 319 વિદ્યાર્થી પાસ થયા હતા અને 66 વિદ્યાર્થી નાપાસ થતાં પરિણામ 82.86 ટકા નોંધાયું હતું.
સોમનાથ જિલ્લામાં 1911 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી 1909 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી સાત વિદ્યાર્થી એ-2 ગ્રેડ મેળવી કુલ 1245 વિદ્યાર્થી પાસ થયા હતા અને 666 વિદ્યાર્થી નાપાસ થતાં જિલ્લાનું પરિણામ 65.22 ટકા નોંધાયું હતું.
મોરબી જિલ્લામાં 2640 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી 2639 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આ જિલ્લામાંથી ત્રણ એ-1 ગ્રેડ સાથે, 55 એ-2 ગ્રેડ સાથે મળી 2207 વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે 433 વિદ્યાર્થીઓને વધુ મહેનતની જરૂર હોવાનું જાહેર થયું હતું. મોરબી જિલ્લાનું કુલ પરિણામ 83.63 ટકા નોંધાયું હતું.
દીવ જિલ્લામાં 156 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે તમામે પરીક્ષા આપી હતી. જે પૈકી 73 પાસ થયા હતા અને 83 નાપાસ થતા પરિણામ 46.59 ટકા નોંધાયું હતું.