વિશ્વની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધામાં યુવાન ભારતીય બાળકોની ટીમ ચમકી


આનવ અગ્રવાલ (ઇકોલ મોન્ડાયલ વર્ડ સ્કૂલનો 12 વર્ષનો વિદ્યાર્થી), અરુણ સિંહ (જમનાબાઈ ઇન્ટરનેશનલ સ્કૂલનો 11 વર્ષનો વિદ્યાર્થી), કેશવ મોહતા (વિગ્યોર ઇન્ટરનેશનલ સ્કૂલનો 11 વર્ષનો વિદ્યાર્થી) અને રિવાન વાઘાણી (જમનાબાઈ ઇન્ટરનેશનલ સ્કૂલનો 11 વર્ષનો વિદ્યાર્થી) દરરોજ શાળાએ જતાં બાળકો નથી. તેમનું જીવન શાળાએ જતાં સામાન્ય બાળકો જેવું લાગી શકે છે, પણ તેમણે રોબોટિક્સનાં ક્ષેત્રમાં કાઠું કાઢ્યું છે. રોબોફન લેબ પ્રાઇવેટ લિમિટેડમાંથી યંત્રમેન ટીમનાં ભાગરૂપે તેમણે વેક્સ આઇક્યુ વર્લ્ડ્સ 2018માં બેસ્ટ બિલ્ડ એવોર્ડ જીત્યો છે. વેક્સ આઇક્યુ વર્લ્ડને વિશ્વની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા (ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ) ગણાય છે, જેમાં પોતપોતાનાં રાષ્ટ્રીય ચેપ્ટરમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર દુનિયાભરની 3200થી વધારે ટીમોએ ભાગ લીધો હતો. ટીમ યંત્રમેને ઇન્ડિયન નેશનલ ચેપ્ટરમાં 3 પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યાં હતાં બેસ્ટ સ્ટેમ રિસર્ચ, બેસ્ટ રોબો ડિઝાઇન અને રોબો રનમાં રનર્સ અપ.