શાપરમાં આગચંપી નહી, મગફળીની ગુણવતાની તપાસ થશે

  • શાપરમાં આગચંપી નહી, મગફળીની ગુણવતાની તપાસ થશે
    શાપરમાં આગચંપી નહી, મગફળીની ગુણવતાની તપાસ થશે
  • શાપરમાં આગચંપી નહી, મગફળીની ગુણવતાની તપાસ થશે
    શાપરમાં આગચંપી નહી, મગફળીની ગુણવતાની તપાસ થશે

રાજકોટ તા,10
શાપર-વેરાવળના નેશનલ કોટન ઈન્ડસ્ટ્રીઝ નામના ગોડાઉનમાં સંગ્રહ કરાવવામાં આવેલ ટેકાના ભાવની મગફળીમાં લાગેલી આગની તપાસ માટે આજે સીઆઈડીના ડીઆઈજી દિપાંકર ત્રિવેદી સહિતની 10 એજન્સીના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં સીઆઈડીના ડીઆઈજી દિપાંકર ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગોડાઉનમાં આગ લગાડવામાં આવી નથી. આગનું સાચુ કારણ જાણવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ગોંડલ આગમાં પગેરૂ નહીં શોધી શકનાર સીઆઈડીની ટીમને શાપરની પણ તપાસ સોંપવામાં આવી છે. અગ્નિકાંડમાં સીઆઈડીની તપાસ તેરી ભી ચૂપ - મેરી ભી ચૂપ જેવી થઈ રહી છે કારણ કે ગોંડલયાર્ડમાં 28 કરોડ રૂપિયાની મગફળીનો જથ્થો ભસ્મીભુત થઈ ગયો છે. તેમાં માત્ર 6 લોકો સામે ગુના નોંધવામાં આવ્યા છે. તેમાં આગ લાગવાનું કારણ હજુ સુધી શોધી સકાયું નથી. શાપર-વેરાવળમાં નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી મગફળીમાં રવિવારે રાત્રે આગ ફાટી નીકળી હતી જેમાં 28000 ગુણીનો જથ્થો આગમાં સ્વાહા થઈ ગયો હતો. સરકારી તંત્રના દાવા મુજબ રૂપિયા પોણા ચાર કરોડનું નુકસાન થયું છે પરંતુ આગ લાગવાનું કારણ હજુસુધી જાહેર કરવામાં આવ્યું નથી. દરમિયાન આ બનાવ શંકાસ્પદ હોય તપાસ સીઆઈડીને સોંપવામાં આવી હતી. આજે સીઆઈડીના ડીઆઈજી દિપાંકર ત્રિવેદીએ ગોડાઉન અને આગની ઘટનાની તપાસ શરૂ કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં દિપાંકર ત્રિવેદીએ જણાવ્યું હતું કે મગફળીની ગુણવત્તા સંદર્ભે પણ કેટલાક સવાલ ઉદ્ભવ્યા છે ત્યારે મગફળીની ગુણવત્તાની પણ ચકાસણી કરવામાં આવશે. દરેક ગુણીમાંથી રેન્ડમલી નમૂના લેવામાં આવશે અને તમામ નમૂના લેબોરેટરીમાં પુથ્થકરણ માટે મોકલવામાં આવશે. દિપાંકર ત્રિવેદીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે હજુ સુધી આગની ઘટનામાં કોઈની સામે ગુનો નોંધાયો નથી અને આગ લાગી કેવી રીતે તેના મૂળ સુધી પહોંચવા સીઆઈડી સહિત વિવિધ 10 સરકારી એજન્સી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાં પીજીવીસીએલ, જિલ્લા પોલીસ વડા, નાફેડ, એફએસએલ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક, સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશનના અધિકારીઓ સહિતની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે. રાજકોટમાં આગની આ ત્રીજી ઘટના છે અને કેટલીક શંકા - કૃશંકા તેમજ ગડબળી હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે ત્યારે આગની ઘટનાના મુળ સુધી પહોંચવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે જે 15 દિવસ સુધી તપાસ કરશે. ગોડાઉનમાં મગફળી નિયમ મુજબ ભરવામાં આવી છે કે કેમ ? તેની પણ તપાસ કરવામાં આવશે. હાલ અત્યારે કોઈ ઉપર શંકા વ્યકત કરવામાં આવી નથી કે કોઈ પગેરૂ મળી શક્યુ નથી પરંતુ એટલુ જાણવા મળ્યું છે કે આગમાં રાખ થઈ ગયેલી મગફળી જામનગર જિલ્લાની બે સહકારી મંડળીની હતી. આગના મામલે રાજ્ય સરકારને ટૂંક સમયમાં રિપોર્ટ સોંપી દેવામાં આવશે. આગ મામલે વેર હાઉસિંગના અધિકારીઓને પુછ પરછ કરવામાં આવશે અને જેઓ કોઈ અધિકારીઓની બેદરકારી સામે આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમ દિપાંકર ત્રિવેદીએ જણાવ્યું હતું.   15 દિવસમાં સીઆઈડીને રિપોર્ટ સોંપાશે
એફએસએલ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક દ્વારા વૈજ્ઞાનિક ઢબે આગનું કારણ શોધવા તપાસ શરૂ કરવામાં આવી છે. આ બન્ને એજન્સીને 15 દિવસની અંદર આગની આગની તપાસનો રિપોર્ટ સોંપવામાં આદેશ કરી દેવામાં આવ્યો છે. આ એજન્સીના રિપોર્ટના આધારે સીઆઈડી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવશે.
ચાર દિવસ બાદ આગ કાબુમા
શાપર - વેરાવળના નેશનલ કોટન ઈન્ડસ્ટ્રીઝ નામના ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીમાં લાગેલી આગ આજે ચોથા દિવસે કાબુમાં આવી હતી. લાખો લિટર પાણીનો બગાડ કરવામાં આવ્યા બાદ ગોડાઉનમાં આગ લાગવાનો આજે બંધ થયું હતું. જોકે હજુ નીચે પથરાયેલી મગફળીમાં આગના ધગારા ચાલુ છે તેથી સંભવીત પાછી ફરી આગ લાગવાની દહેશત વ્યકત કરવામાં આવી રહી છે.
ગોડાઉનનો વીમો લેવાયો ન હતો
શાપરમાં આવેલ નેશનલ કોટન ઈન્ડસ્ટ્રીઝ ગોડાઉનમાં 21000 ફુટ જગ્યા ભાડે રાખવામાં હોવાની વિગત પ્રકાશમાં આવી છે. ગત તા.17-12-2017થી આ ગોડાઉનમાં ખરીદાયેલી મગફળી સંગ્રહ હોવાનું શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ ગોડાઉન માલિક સાથે કરાર તા.6-2-2018ના રોજ કરવામાં આવ્યો હતો અને આ માટે ગોડાઉનનો કોઈ વીમો ઉતારવામાં ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ગોડાઉનમાં વીજળી અને ઈઈઝટ નથી
મગફળીની 28000 ગુણી આગમાં ભસ્મીભુત થઈ ગઈ છે. તેમાં ગોડાઉનમાં વીજળી ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. વીજ કનેકશન ન હોવા છતાં પણ ગોડાઉનમાં આગ લાગી કેવી રીતના તે પ્રશ્ર્ન તપાસનીશ અધિકારીને મુંઝવી રહ્યો છે પરંતુ તેનો ઉત્તર કોઈ રીતે મળતા નથી ઉપરાંત ગોડાઉનમાં સીસીટીવી કેમેરા પણ ન હોવાનું જાણમાં આવ્યુ છે.