એક વર્ષ માટે ર્શલ્બીનો ટેકસ પછીનો સ્ટેન્ડએલોન પ્રોફિટ ઉછળીને 4પ% એ પહોંચ્યો


શેલ્બી લિમિટેડના બોર્ડ ઓફ ડિરેકટર્સ, માર્ચ 31-ર018 ના રોજ પુરા થયેલા ત્રિમાસિક ગાળા તથા વર્ષ માટે કંપનીના ઓડિટેડ ફાઈનાન્શયલ રિઝલ્ટ્સ માટે આજે મળ્યા હતા.
વિવિધ સ્પેશિયાલિટીઝ અને વિવિધ ક્ષેત્રોમા,ર્શલ્બીએ ર017-18 ના ચોથા ત્રિમાસીક ગાળામાં મજબુત વૃધ્ધિ દર્શાવી છે. આ ગાળામા, અગાઉના ગાળાકરતાં આવકમાં ર8 ટકા વૃધ્ધી નોધાઈ છે. આ ત્રિમાસીક ગાળામા, પ્રોફિટ આફટર ટેકસ (પીએટી)માં 13ર ટકાની વૃધ્ધી જોવા મળી છે. શેલ્બી લિમિટેડે નાણાકીય વર્ષ ર017-18 ચોથા ત્રિમાસીક દરમ્યાન રૂા.1,110.36 મિલીયનની સ્ટેન્ડએલોન રેવન્યુ સાથે પુર્ણ કર્યુ. પ્રોફિટ આફટર ટેકસ( પીએટી) રૂા.18ર.86 મિલિયન નોંધાયો છે. ડો.વિક્રમ આઈ શાહ, ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેકટર, શેલ્બી લિમિટેડે જણાવ્યું કે "આ ખાસ રેકોર્ડ પર લેવા જેવું છે કે નાણાકીય વર્ષ ર017-18 માટે શેલ્બી લિમિટેડની સ્ટેન્ડએલોન રેવન્યુ ર0 ટકા વધી છે. નાણાકીય વર્ષ ર017-18 માટે સ્ટેન્ડએલોન રેવન્યુ રૂા.3.94ા/3પ મિલિયન રહી છે.