ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા કિમ જોંગ જિનપિંગને મળ્યા

  • ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા કિમ જોંગ જિનપિંગને મળ્યા
    ટ્રમ્પ સાથે મુલાકાત પહેલા કિમ જોંગ જિનપિંગને મળ્યા

બિજિંગ તા.9
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથેની અપેક્ષિત બેઠક અગાઉ ચીનના પ્રમુખ શી જિનપિંગ અને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોન્ગ-અન મંગળવારે ઇશાન ચીનમાં મળ્યા હતા. આ મુલાકાતની જાહેરાત કરવામાં આવ્યાના થોડા જ સમય બાદ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે ઉત્તર કોરિયાને મામલે તેઓ મંગળવારે મોડેથી મિત્ર શી સાથે વાત કરશે. સમાચાર ચેનલોએ ઇશાન ચીનના દાલિયન શહેરમાં શી અને કિમને વાતચીત કરતા દર્શાવ્યા હતા. જોકે ચીનની સત્તાવાર સમાચાર એજન્સીએ આ બંને નેતા સોમવારે અને મંગળવારે એમ બંને દિવસ મળ્યા હોવાનું જણાવ્યું હતું. પ્યોન્ગયાન્ગની અણુપ્રવૃત્તિ પર સંયુક્ત રાષ્ટ્રસંઘે લાદેલા પ્રતિબંધને ચીને ટેકો જાહેર કર્યાને પગલે બંને દેશ વચ્ચે શરૂ થયેલા શીતયુદ્ધ બાદ બંને દેશ વચ્ચેના સંબંધ સુધારવાના પ્રયાસોને ઉજાગર કરતી માર્ચ બાદથી અત્યાર સુધીમાં કિમની આ ચીનની બીજી મુલાકાત છે.
દક્ષિણ કોરિયાના પ્રમુખ મૂન જે ઈન સાથે ગયા મહિને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોન્ગ અનની યોજાયેલી ઐતિહાસિક બેઠક બાદ પોતાનું મહત્વ ઘટી ન જાય તેનું ધ્યાન રાખવા ચીન ઉત્સૂક છે. ઉત્તર અને દક્ષિણ કોરિયાના પ્રમુખ વચ્ચે યોજાયેલી બેઠક બાદ પરિસ્થિતિમાં હકારાત્મક પ્રગતિ સધાઈ હોવાનું શીએ કહ્યું હતું.