વડાપ્રધાન મોદી બાબતે શું કહ્યું?

ફોર્બ્સે કહ્યું હતું કે, મોદી દુનિયાના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ (ભારત)માં ખુબ જ લોકપ્રિય બન્યા છે. તેમાં મની લોંડ્રિંગ અને ભ્રષ્ટાચાર સામે લડવા માટે મોદીએ નવેમ્બર 2016ના નોટબંધીના નિર્ણયનો હવાલો આપવામાં આવ્યો છે.
તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન ટ્રમ્પ અને જિનપિંગ સાથે મુલાકાત કરી છે અને ગ્લોબલ નેતાના રૂપમાં પોતાની ઓળખ સ્થાપિત કરી છે. આ ઉપરાંત જળવાયુ પરિવર્તનનો
સામનો કરવા આંતરરાષ્ટ્રિય પ્રયાસના એક મુખ્ય વ્યક્તિના રૂપમાં
ઉભર્યાં છે.
અંબાણીને લઈને ફોર્બ્સે કહ્યું હતું કે, અબજોપતિ ઉદ્યોગપતિએ 2016માં ભારતના અતિ-પ્રતિસ્પર્ધા ધરાવતા બજારમાં 4જી સેવા શરૂ કરી કિંમતોનું યુદ્ધ છેડી દીધું.