કરણ જોહરની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ પરથી સિરિયલ બનશે

  • કરણ જોહરની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ પરથી સિરિયલ બનશે
    કરણ જોહરની ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ પરથી સિરિયલ બનશે

મુંબઈ: 2001માં કરણ જોહરે ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મ બનાવી હતી, જેમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શાહરૂખ ખાન, કાજોલ, રિતિક રોશન, કરીના કપૂર જેવા મોટા કલાકારોએ પાત્ર ભજવ્યા હતા. કહેવામાં આવે છે કે તે સમયની તે સૌથી મોટી મલ્ટી સ્ટાર ફિલ્મ હતી. હવે રિપોર્ટ્સ પરથી મળેલી માહિતી પ્રમાણે ટેલિવિઝનની ક્વિન એકતા કપૂર આ ફિલ્મ પર એક સિરિયલ બનાવવાની તૈયારી કરી રહી છે.
ટ્વિટર પર એક અઠવાડિયા પહેલા તેણે લખ્યું હતું કે લાંબા સમય પછી એકવાર ફરીથી તે એક સિરિયલની તૈયારીમાં લાગી છે. આ ટ્વિટમાં તેણે જણાવ્યું હતું કે આ શો સોની ચેનલ પર જોઈ શકાશે. એક ન્યૂઝ પેપર પરથી મળેલી માહિતી પ્રમાણે આ શો નું નામ ‘દિલ હી તો હે’ હશે.   આવનાર બે મહિનામાં આ શો ઓન એર થઈ શકે છે.
આ સિરિયલમાં અમિતાભ બચ્ચનનો રોલ બિજોય આનંદ કરશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ‘કુછ રંગ પ્યાર કે એસે ભી’ની એકટ્રેસ એરિકા ફર્નાડિસ તેમાં કાજોલે ભજવેલો અંજલીનો રોલ અથવા તો કરીના કપૂરનો રોલ કરશે.