રાજકોટ ડિસ્ટ્રીકટ અને પોરબંદર ડિસ્ટ્રીકટ વચ્ચે ફાઈનલ મેચ

  • રાજકોટ ડિસ્ટ્રીકટ અને પોરબંદર ડિસ્ટ્રીકટ વચ્ચે ફાઈનલ મેચ
    રાજકોટ ડિસ્ટ્રીકટ અને પોરબંદર ડિસ્ટ્રીકટ વચ્ચે ફાઈનલ મેચ

રાજકોટ,તા.8
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ઈન્ટર ડિસ્ટ્રીકટ અન્ડર-16 ટુર્નામેન્ટ ર018-19 ની ત્રિદિવસીય ફાઈનલ મેચ રાજકોટ ડિસ્ટ્રીકટ અને પોરબંદર ડિસ્ટ્રીકટ વચ્ચે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડીયમમાં રમાઈ હતી.
રાજકોટ ડિસ્ટ્રીકટ તેની પ્રથમ ઈનીંગ જારી રાખી હતી. અને તેનો ઓવરનાઈટ સ્કોર 3ર ઓવરમાં ર વિકેટ ગુમાવી69 રનનો હતો.જેમાં રાજકોટ ડિસ્ટ્રીકટ 76.પ ઓવરમાં 110 રન ઉમેરીને 179 રને ઓલ આઉટ થયુ હતુ. કરણ સુચકે 34 રન, ધરમ ચાંગેલાએ ર9 રન, અને પાર્થ કતિરાએ રપ રન કર્યા હતા. સ્નેલ અલોટે 4 વિકેટ, જય મકવાણાએ 4 વિકેટ અને જતીન રાણાએ ર વિકેટ ઝડપી હતી.
મેચ પુરો થાય તે પહેલા પોરબંદર ડિસ્ટ્રીકટે તેની બીજી ઈનીંગમાં 33 ઓવરમાં ર વિકેટ ગુમાવી 1પ8 રન કર્યા હતા. નિહાલ ચૌધરી 77 રને નોટ આઉટ રહ્યો હતો. રોહન ત્રિવેદીએ 49 રન કર્યા હતા. જય મકવાણા 10 રને નોટ આઉટ રહ્યો હતો. પાર્થ કતિરા અને સમર ગજજરે એક એક વિકેટ ઝડપી હતી. આવતીકાલે મેચનો છેલ્લો દિવસ છે.