દેશના સૌથી ધનિક ‘ઘરાના’ના માલકણ પુત્રીની સગાઈમા મન મૂકીને નાચ્યા

  • દેશના સૌથી ધનિક ‘ઘરાના’ના માલકણ પુત્રીની સગાઈમા મન મૂકીને નાચ્યા
    દેશના સૌથી ધનિક ‘ઘરાના’ના માલકણ પુત્રીની સગાઈમા મન મૂકીને નાચ્યા

નાચે મન મોરા: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન નક્કી થયા પછી હવે દીકરી ઇશા અંબાણીની પણ સગાઈ પાર્ટી થઈ ગઈ છે. ચર્ચા છે કે આ બંનેના લગ્ન ડિસેમ્બરમાં કરવામાં આવશે. આકાશના લગ્ન રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે તેમજ ઇશા અંબાણીના લગ્ન અજય પિરામલના દીકરા આનંદ પિરામલ સાથે નિર્ધારીત કરવામાં આ્વ્યા છે. ઇશાની સગાઈની પાર્ટીમાં બોલિવૂડની સેલિબ્રિટીઓ સિવાય સચિન તેન્ડુલકરે હાજરી આપી હતી.
આ સગાઈ પાર્ટીના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. વાઇરલ થઈ રહેલા એક વીડિયોમાં નીતા અંબાણી ફિલ્મ ‘ઇંગ્લિશ વિંગ્લિસ’ના ગીત ‘મવરાઈ માઝી’ પર ડાન્સ કરી રહી છે. આ ડાન્સ વખતે સ્ટેજ પાસે મુકેશ અંબાણી ઉભા હતા અને પત્નીનો ડાન્સ જોઈને જોરશોરથી તાળીઓ વગાડી રહ્યા હતા. ઇશા અને આનંદ લાંબા સમયથી મિત્રો છે અને બંનેના પરિવાર છેલ્લા ચાર દાયકાથી એકબીજાને ઓળખે છે.