ઈઝરાયેલમા જાપાનના પીએમને જૂતામાં ભોજન પીરસાયું, પીએમે ખાઈ પણ લીધું !

  • ઈઝરાયેલમા જાપાનના પીએમને જૂતામાં ભોજન પીરસાયું, પીએમે ખાઈ પણ લીધું !
    ઈઝરાયેલમા જાપાનના પીએમને જૂતામાં ભોજન પીરસાયું, પીએમે ખાઈ પણ લીધું !
  • ઈઝરાયેલમા જાપાનના પીએમને જૂતામાં ભોજન પીરસાયું, પીએમે ખાઈ પણ લીધું !
    ઈઝરાયેલમા જાપાનના પીએમને જૂતામાં ભોજન પીરસાયું, પીએમે ખાઈ પણ લીધું !

ૅઈઝરાયેલ,તા.8
ઇઝરાઇલમાં જાપાની વડાપ્રધાનનાં અપમાનનો એવો અનોખો મામલો સામે આવ્યો છે, જેને લઇ દુનિયામાં ખુબ મોટો વિવાદ ઉભો થયો છે. 2 મેંના રોજ ઇઝરાઇલ પ્રવાસ પર ગયેલા જાપાનનાં વડાપ્રધાન શિંજો આબે અને તેમના પત્ની જ્યારે ઇઝરાઇલી વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ અને તેમની પત્ની સારા સાથે પીએમ આવાસ પર ડિનર પર ગયા ત્યારે નેતાન્યાહૂએ આબેને જૂતામાં જમવાનું પરોસ્યુ હતું. હવે આ મામલામાં ઇઝરાઇલી પીએમની ખુબ નિંદા થઇ રહી છે.
ઇઝરાઇલનાં પ્રખ્યાત શેફ મોશે સેગેવે ડિનરનાં અંતમાં ડેઝર્ટનાં રૂપમાં કેટલીક ચોકલેટો ધાતુંના બનેલા જુતામાં રાખીને આપી હતી. મોશે નેતાન્યાહૂનાં અંગત રસોઇયા પણ છે. હવે આ મામલામાં હંગામો થઇ ગયો છે.
ખરેખર જાપાની સંસ્કૃતિમાં જુતાને અપમાનજનક માનવામાં આવે છે. જાપાની સંસ્કૃતિ અનુસાર જાપાની લોકો ઘર અને ઓફિસોમાં પોતાના જુતા બહાર કાઢીને જ જાય છે. માત્ર એટલું જ નહી વડાપ્રધાન અને બાકી કેટલાક મંત્રીઓ પણ પોતાના કાર્યાલયમાં જૂતા પહેરીને જઇ શક્તા નથી.
જોકે, જ્યારે આબેને ટેબલ પર ડેઝર્ટમાં ડિનર પરોસવામાં આવ્યું ત્યારે તેમને અચકાયા વિના જ ખાઇ લીધું હતું. પરંતુ ત્યાં હાજર જાપાની અને ઇઝયલી રાજદુતોને આ વાત વધારે પસંદ આવી નહી. એક જાપાની રાજદૂતે આ વાતની નિંદા કરતા કહ્યું કે, દુનિયામાં આવી કોઇ સંસ્કૃતિ નથી જ્યાં જૂતાને જમવાના ટેબલ પર મૂક્વામાં આવે. જો આ કોઇ મજાક હતો તે અમને જરા પણ પસંદ આવ્યો નથી. અમે અમારા પ્રધાનમંત્રી સાથે થયેલા આ વ્યવહારથી નારાજ છીએ.
ત્યાં જ અહિંયા ઇઝરાયલનાં વિદેશ વિભાગે એક સ્ટેટમેન્ટ જાહેર કરી
જણાવ્યું કે અમારા રસોઇયા ખુબ જ ક્રિએટિવ છે અમે તેમના ખુબ વખાણ કરીએ છીએ.
શેફ મોશે સેગવેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ડેઝર્ટ જૂતાની તસવીર પણ પોસ્ટ કરી હતી. જેના પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા પણ આવી હતી.