1 મેથી મોબાઈલમાં પ્રાદેશિક ભાષા ફરજીયાત

  • 1 મેથી મોબાઈલમાં પ્રાદેશિક ભાષા ફરજીયાત
    1 મેથી મોબાઈલમાં પ્રાદેશિક ભાષા ફરજીયાત

નવીદિલ્હી, તા.11
દેશમાં 1મી મેથી વેચાણ થનાર દરેક મોબાઇલ ફોનમાં દેશી અથવા ક્ષેત્રીય ભાષાને ફરજીયાત રાખાવની રહેશે. મોબાઇલ નિર્માતા કંપનીઓએ ઉપભોક્તાઓએ આ ફરજીયાત આપવી પડશે સુવિધામોબાઈલ ઉપભોક્તા દ્વાર આ સુવિધા આપવામાં નહિ આવે તો જોરકાર તેમની પર દંડ પણ ફટકારી શકે છે. પ્રાદેશિક ભાષાને ફરજિયાતપણે લાગુ કરવામાં છેલ્લાં બે વર્ષથી સતત પ્રયત્નશીલ રહેનાર મોબાઇલ નિર્માતા કંપનીઓ માટે ઇલેક્ટ્રોનિક અને સૂચના પ્રૌદ્યૌગિકી મંત્રાલયે (ઈંઝ) આવતા મહિનાની 1લી તારીખને અંતિમ ગણી છે. એટલે કે 1લી મે ડેડલાઇન છે અને હવે પછી તારીખ લંબાવવામાં નહીં આવે કે આ નિયમમાં કોઇ ઢિલ મૂકવામાં નહીં આવે. વાસ્તવમાં મોબાઇલમાં ક્ષેત્રીય ભાષા નહીં હોવાને કારણે ગ્રાહકો સુધી દરેક પ્રકારની સરકારી સેવાઓની જાણકારી નથી પહોંચી રહી. આ જ કારણોસર મંત્રાલયે આ વખતે ફરીથી ક્ષેત્રીય ભાષાનાં નિયમને ફરજિયાતપણે લાગુ કરવાનો આદેશ આપ્યો છે.આ સાથે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે ઉદ્યોગ જગતની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તારીખ લંબાવવામાં આવી હતી.
મોબાઇલમાં ક્ષેત્રીય ભાષાનાં નિયમ નક્કી કરતી વખતે ઉદ્યોગ જગતની સલાહ પણ લેવામાં આવી હતી.ત્યારે સરકાર અને ઉદ્યોગ જગત આનાં પર એકમત થયાં હતાં કે અંગ્રેજી નહીં બોલનારા લોકોને મોબાઇલમાં ક્ષેત્રીય ભાષા પૂરી પાડવામાં આવશે તો ઇ-ગવર્નેંસ ટ્રાન્ઝેક્શન્સ અને ઇ-કોમર્સ બિઝનેસને પ્રોત્સાહન મળશે.
આનાથી અંગ્રેજી નહીં બોલનારા કરોડો લોકોને સીધો જ સરકાર સાથે જોડાવાની તક પણ મળશે.