હિમાચલમાં ઉંડી ખીણમાં બસ ખાબકતા ૩૦ના મોત

કાંગરા, તા.૯
હિમાચલપ્રદૃેશના કાંગરા જિલ્લાના નુરપુર વિસ્તારમાં એક સ્કુલી બસ ઉંડી ખીણમાં ખાબકી જતાં ૨૭ બાળકો સહિત ૩૦ના મોત થઇ ગયા છે. તાજેતરના સમયની સૌથી મોટી બસ દૃુર્ઘટના તરીકે આને જોવામાં આવે છે. આજે સાંજે ૪.૩૦ વાગ્યાની આસપાસ આ દૃુર્ઘટના બની હતી. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. ઘટના સ્થળે એનડીઆરએફની ટીમ પણ તરત પહોંચી ગઈ હતી. હિમાચલ પ્રદૃેશના શિક્ષણમંત્રી સુરેશ ભારદ્વાજે બનાવ અંગ્ો માહિતી આપતા કહૃાું હતું કે, મોતનો આંકડો ૨૭થી ઉપર પહોંચી ગયો છે. આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે બનાવ અંગ્ો દૃુખ વ્યક્ત કરીન્ો સમગ્ર મામલામાં મેજિસ્ટ્રેટ તપાસનો આદૃેશ કર્યો
હતો. મુખ્યમંત્રીએ કહૃાું હતું કે, આ દૃુર્ઘટનામાં મોટી સંખ્યામાં બાળકોના મોત થયા છે. એનડીઆરએફની ટીમન્ો તરત ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. કાંગરા પોલીસના અધિકારીએ કહૃાું છે કે, આ ઘટના જિલ્લા હેડક્વાર્ટરથી આશરે ૮૦ કિલોમીટરના અંતરે બની હતી. બનાવની જાણ થતાં તરત જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ બસ વજીરરામિંસહ પબ્લિક સ્કુલની હતી. લપસી ગયા બાદૃ બસ ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં એક ડ્રાઈવર અન્ો એક શિક્ષકે પણ જાન ગુમાવ્યા છે આ ઉપરાંત ૧૫ લોકો ગંભીર હાલતમાં છે. બસ બાળકોન્ો ઘરે મૂકવા જતી હતી ત્યારે દૃુર્ઘટના સર્જાઈ હતી. જાણકારી મુજબ આ બસમાં કુલ ૪૦ બાળકો હતા. સ્થાનિક લોકોના મુજબ આ ઘટના ૩ વાગ્યાની નજીકે ન્ાૂરપુર વિસ્તારમાં આવેલા ચેંદૃી ગામની પાસ્ો થઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ સ્કૂલ બસ વજીર રામ િંસહ પઠાનિયા મેમોરિયલ સ્કૂલની હતી. આ ઘટના એટલી બધી દૃુખદૃ હતી કે બસમાં ફંસાયેલા કેટલાક બાળકોન્ો ગ્ોસ કટરથી કાપીન્ો બહાર કઢાયા હતા. જયરામ ઠાકુરે તપાસના આદૃેશ આપ્યું છે.