ઉત્તરાખંડ: નાના આંચકાઓ મોટી તબાહીના સંકેત સમાન

દૃેહરાદૃૂન,તા. ૮
ઉત્તરાખંડમાં પહેલી જાન્યુઆરી ૨૦૧૫થી હજુ સુધી ૫૧ વખત પ્રચંડ ભૂકંપના આંચકા આવી ચુક્યા છે જે મોટી તબાહી તરફ ઇશારો કરી રહૃાા છે. રિક્ટર સ્કેલ ઉપર વધારે તીવ્રતાના આંકચા આવવાની શક્યતા પણ રહેલી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, રિક્ટર સ્કેલ પર વધારે તીવ્રતા ન હોવા અન્ો આંચકા હળવા હોવાના કારણે ત્ોન્ો ગંભીરતાથી નહી લેવાની બાબત યોગ્ય નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, નાના મોટા આંચકા આવવાની સ્થિતિમાં મોટા આંચકા પણ આવી શકે છે. આન્ો લઇને હાલથી જ યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે. જો યોગ્ય પગલા નહીં લેવાય તો મોટી તબાહીન્ો ટાળી શકાશે નહીં. રાજ્યના ડિઝાસ્ટર મિટિગ્ોશન એન્ડ મેન્ોજમેન્ટ સ્ોન્ટરના કારોબારી ડિરેક્ટર પીયુષ રોટેલાએ કહૃાું છે કે, આશરે ૨૦૦ વર્ષ પહેલા એક ખુબ જ તીવ્ર ભૂકંપ બાદૃથી હિમાચલમાં રિક્ટર સ્કેલ ઉપર ૮ની તીવ્રતાના કોઇ આંચકા નોંધાયા નથી. આજ કારણસર હિમાલયમાં આવેલા વિસ્તારોમાં ખુબ જ ઉર્જા ભરાયેલી છે જે નિકળવા માટેનો રસ્તો શોધી રહી છે. નાના આંચકા ત્ોના પરિણામ સ્વરુપ્ો છે. રોટેલાનું કહેવું છે કે, ૨.૫ અને ૪.૫ની તીવ્રતાના આંચકા અમન્ો ચેતવણી આપ્ો છે કે, અમે એવા વિસ્તારમાં રહીએ છીએ જ્યાં મોટા આંચકા પણ આવી શકે છે. અમન્ો સાવચેતી હંમેશા રાખવી જોઇએ. જો કોઇ પ્રચંડ ભૂકંપ આવશે તો ભારે નુકસાન થશે.
વિસ્તારોમાં વસ્તી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્લાિંનગ વગર નિર્માણ કામગીરી કરવામાં આવી રહી છે. પ્લાિંનગ ત્ૌયારી અને અન્ય પગલાઓથી ભૂકંપથી થનાર નુકસાનન્ો ઘટાડી શકાય છે. ત્ોમણે દૃાવો કરતા કહૃાું હતું કે, ન્ૌનીતાલમાં આશરે ૧૪ ટકા અને મસુરીમાં આશરે ૧૮ ટકા ઇમારતો એવી છે જે કેટેગરી પાંચમાં આવે છે. એટલે કે જેમન્ો ભૂકંપથી વધારે ખતરો રહેલો છે. અત્રે નોંધનીય છે કે, જૂન ૨૦૧૩માં ઉત્તરાખંડમાં વાદૃળ ફાટવાની ઘટના બાદૃ વ્યાપક નુકસાન માટે આયોજન વગર વિકાસ કામગીરીન્ો કારણરુપ ગણીન્ો આનો વિરોધ થયો હતો.