ખેડૂતોની આવક બમણી કરવા રૂપાણી દિલ્હીમાં કરશે ચર્ચા

  • ખેડૂતોની આવક બમણી કરવા રૂપાણી દિલ્હીમાં કરશે ચર્ચા
    ખેડૂતોની આવક બમણી કરવા રૂપાણી દિલ્હીમાં કરશે ચર્ચા

મુખ્યમંત્રી વિજય રૂપાણી નવી દિલ્હીમાં નીતિ આયોગની હાઇપાવર્ડ કમિટી ઓફ ચીફ મિનીસ્ટર્સ ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડીયન એગ્રીકલ્ચરની આજે ગુરૂવારે, યોજાનારી પ્રથમ બેઠકમાં સહભાગી થયા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના ક્ધવીનર પદે રચાયેલી આ હાઇપાવર્ડ કમિટીમાં ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, હરિયાણાના મનોહરલાલ ખટ્ટર, અરૂણાચલ પ્રદેશના પ્રેમા ખાંડુ તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને કર્ણાટકના કુમારા સ્વામીનો સમાવેશ કરવામાં આવેલો છે કેન્દ્રીય કૃષિ કલ્યાણ, મંત્રી નરેન્દ્રસિંઘ તોમર પણ આ સમિતીના સભ્ય તથા નીતિ આયોગના સભ્ય પ્રો. રમેશચાંદ સભ્ય સચિવ છે.
મુખ્યમંત્રીઓની આ હાઇપાવર્ડ કમિટી દેશના કિસાનોની આવક બમણી કરવાના પગલાંઓ તથા કેન્દ્ર-રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કૃષિ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ તેમજ તેના ટાઇમ બાઉન્ડ ઇમ્પ્લીમેન્ટેશન માટે સૂઝાવોની ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરશે અને બે મહિનામાં તેનો અહેવાલ આપશે. નવી દિલ્હીમાં આ હાઇપાવર્ડ કમિટીની પ્રથમ બેઠકનું આયોજન છે. રૂપાણી સાથે મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન તેમજ કૃષિ ના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ પણ જોડાયા હતા.