કર-નાટક : શુક્રવાર સુધી વિધાનસભાની કાર્યવાહી સ્થગિત, બીજેપી આખી રાત ધરણા કરશે

  • કર-નાટક : શુક્રવાર સુધી વિધાનસભાની કાર્યવાહી સ્થગિત, બીજેપી આખી રાત ધરણા કરશે
    કર-નાટક : શુક્રવાર સુધી વિધાનસભાની કાર્યવાહી સ્થગિત, બીજેપી આખી રાત ધરણા કરશે

બેંગ્લુરૂ : કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર રહેશે કે જશે, તેના પર તમામ લોકોની નજર છે. બીજી તરફ સત્તા પ્રાપ્ત કરવાનું 'નાટક' રાજ્યમાં વધતું જઇ રહ્યું. વિધાનસભા સ્પીકરે પહેલા વિશ્વાસ મત માટે ગુરૂવારનો દિવસ નક્કી કર્યો હતો, જો કે સાંજ થતા જ સદનને એક દિવસ માટે સ્થગીત કરી દીધું હતું. જે અંગે ભાજપ ભડક્યું હતું. તેણે માંગ કરી કે ફ્લોર ટેસ્ટ આજે જ કરવામાં આવે. રાજ્યપાલે સ્પીકરને કહ્યું કે, તેઓ ગુરૂવારે જ વિશ્વાસમત પ્રાપ્ત કરવા અંગે વિચાર કરે. જો કે સ્પીકરે સદન એખ દિવસ માટે સ્થગીત કરી દીધું. હવે ભાજપનાં ધારાસભ્યો આખી રાત વિધાનસભામાં ધરણા કરવાનો દાવો કરી રહ્યા છે.