અલ્પેશ ઠાકોર-ધવલસિંહ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

  • અલ્પેશ ઠાકોર-ધવલસિંહ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
    અલ્પેશ ઠાકોર-ધવલસિંહ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

અમદાવાદઃ છેલ્લા 15 દિવસથી કોંગ્રેસ છોડ્યા બાદ પક્ષ વિના લટકી પડેલા અલ્પેશ ઠાકોર ના છૂટકે આજે ભાજપમાં જોડાયા છે. અલ્પેશ ઠાકોર સાથે ધવલસિંહ ઝાલા સમર્થકો અને ઓબીસી એકતામંચના આગેવાનો સાથે ભાજપના પ્રદેશ કાર્યાલય 'કમલમ'માં ભાજપમાં જોડાયા છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં પ્રવેશ આપ્યો છે. જો કે ભાજપ અલ્પેશ ઠાકોરનું મંત્રી બનવાનું સપનુ પુરું નહીં કરે. જેને કારણે અલ્પેશે ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરવાની ફરજ પડશે. અલ્પેશ ઠાકોરે પણ નિર્દેશ આપ્યો હતો કે, પાર્ટી જે કામ સોંપશે તે કરવા તૈયાર છે.આમ મંત્રી બનવાના સપના જોનારો અલ્પેશ હવે માત્ર કાર્યકર બનીને રહી જશે. ઉલ્લેખનીય છે કે, 5 જુલાઈના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ થોડીવારમાં જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું.