અમદાવાદ: ગુટખાની પડકી ખાવા મુદ્દે તકરાર થતા મિત્રએ જ કરી મિત્રની હત્યા

  • અમદાવાદ: ગુટખાની પડકી ખાવા મુદ્દે તકરાર થતા મિત્રએ જ કરી મિત્રની હત્યા
    અમદાવાદ: ગુટખાની પડકી ખાવા મુદ્દે તકરાર થતા મિત્રએ જ કરી મિત્રની હત્યા

અમદાવાદ: ગુટખાની પડીકી ખાવાના મુદ્દે મિત્રએ જ મિત્રને જાહેરમાં રહેંશી નાંખ્યાની ઘટના અમદાવાદમાં બની છે. વાડજના પરીક્ષીત નગર ખાતે ગત રાત્રે ઘર બહાર બેઠેલા મિત્રો વચ્ચે ગુટખાની પડીકી ખાવાના મુદ્દે ઉગ્ર તકરાર થઈ હતી જેમાં ચાર મિત્રોએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આ ઘટનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર છે. 

પોલીસના સકંજામાં ઉભેલા આ આરોપીઓને જુઓ.. આ આરોપીઓ એ જાહેરમાં એક વ્યક્તિની છરી મારીને હત્યા કરી છે. શહેરના વાડજ વિસ્તારમાં આવેલા પરિક્ષિત નગર વિસ્તારમાં મોડી રાત્રે વિજય વાધેલા નામના યુવકની છરી મારી ને બે રહેમીથી હત્યા કરી દેવામાં આવી. આ હત્યા અન્ય કોઈએ નહી પણ તેના જ પડોશ માં રહેતા યુવકો એ કરી હતી. પોલીસે પુનમ ઉર્ફે ગુગો મકવાણા, રવિ મકવાણા, વિશાલ ચૌહાણ નામના ત્રણ યુવકની ધરપકડ કરી છે. જ્યારે બાબુ નામનો આરોપી હાલ ફરાર છે.