ભારતને સફળતા, કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક

  • ભારતને સફળતા, કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક
    ભારતને સફળતા, કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક

પાકિસ્તાને જાધવને મૃત્યુદંડની સજા આપી છે. જાધવ ભારતીય નેવીના રિટાયર્ડ અધિકારી છે. તેમને પાકિસ્તાનની સેના કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ 2017માં મોતની સજા સંભળાવી હતી. સાઉથ એશિયા તરફથી આઇસીજેમાં લીગલ એડવાઇઝર તરીકે કામ કરતા રીમા ઓમરે ટ્વીટ કરીને ચૂકાદા વિશે માહિતી આપી હતી. નેધરલેન્ડ સ્થિત ધ હેગ પીસ પેલેસમાં કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અબ્દુલકાવી અહમદ યૂસુફ નિર્ણય વાંચી સંભળાવ્યો હતો. આ ચર્ચિત કેસના ચુકાદાના પાંચ મહિના પહેલા ન્યાયાધીશ યૂસુફની અધ્યક્ષતાવાળી 15 સભ્યોની ખંડપીઠે ભારત અને પાકિસ્તાનની મૌખિલ દલીલો સાંભળીને ચુકાદો 21મી ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

25મી માર્ચ, 2016થી ભારત સતત જાધવના કોન્સ્યુલર એક્સસની માંગણી કરી રહ્યું હતું. 2016માં ભારતીય હાઇકમિશનને જાધવની ધરપકડની માહિતી મળી હતી. જોકે, પાકિસ્તાને જાધવનો કોન્સ્યુલર એક્સેસ ન આપતા પાછળ તે જાસૂસ હોવાનું બહાનું આગળ ધરતું રહ્યું હતું.

પાકિસ્તાનના આવા વલણને લઈને ભારતે 8મી માર્ચ, 2017ના રોજ આતંરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે 18મી મે, 2017ના રોજ જાધવની ફાંસી પર રોક લગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ મામલાની સુનાવણી ન થાય ત્યાં સુધી પાકિસ્તાન જાધવને ફાંસી ન આપે.

25મી ડિસેમ્બર, 2017ના રોજ પાકિસ્તાને કુલભૂષણ જાધવની માતા અને પત્નીને જાધવને મળવાની છૂટ આપી હતી. જોકે, આ મુલાકાતને પાકિસ્તાને તમાશો બનાવી હતી. મુલાકાત દરમિયાન જાધવની પત્નીનું મંગળસૂત્ર પણ ઉતારી લેવામાં આવ્યું હતું.

કુલભૂષણ કેસમાં શું થયું?

24મી માર્ચ 2016 : ભારતને જાધવની ધરપકડની માહિતી મળી.
10 એપ્રિલ 2017 : પાકિસ્તાનની આર્મી કોર્ટે કુલભૂષણ જાધવને ફાંસીની સજા આપી.
8 મે 2017 : ભારતે આઈસીજેનો દરવાજો ખખડાવ્યો.
15 મે 2017 : મામલાની સુનાવણી થઈ.
18 મે 2017 : આઈસીજેએ ફાંસી પર રોક લગાવી.
25મી ડિસેમ્બર 2017 : જાધવની માતા અને પત્નીએ પાકિસ્તાન જઈને જાધવ સાથે મુલાકાત કરી.
28 ડિસેમ્બર 2017 : વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ મુલાકાતની જાણકારી સંસદને આપી.