મુંબઇમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી, 50થી વધુ લોકો દટાયાની આશંકા

 • મુંબઇમાં ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી, 50થી વધુ લોકો દટાયાની આશંકા

મુંબઈના ડોંગરીમાં ટંડેલ ગલીમાં આવેલી 4 માળની કેસરબાઈ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં 40થી 50 લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ પહોંચી બચાવ કાર્ય કરી રહી છે. એનડીઆરએફના જણાવ્યા પ્રમાણે સાંકડી ગલી હોવાના કારણે રાહત અને બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે. મુંબઈ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે આજે બપોરે 11.48 વાગે ડોંગરીની ટંડેલ ગલીમાં કેશરબાઈ નામની બિલ્ડિંગનો અડધો હિસ્સો ધરાશાયી થઈ ગયો છે. આ બિલ્ડિંગ અબ્દુલ હમીદ શાહ દરગાહની પાછળ છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ખૂબ જૂની બિલ્ડિંગ હતી.   ભારે વરસાદથી મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આ પ્રમાણેની દુર્ઘટના થઈ રહી છે. આ દરમિયાન ઉત્તર-પશ્ચિમ મુંબઈના મલાડમાં 2 જુલાઈએ મોડી રાતે એક દિવાલ ધરાશાયી થવાના કારણે 13 લોકોના મોત થયા હતા. મલાડમાં પિંપરીપાડામાં આવેલી એક સ્કૂલની દિવાલ 2 જુલાઈએ રાતે એક વાગે બાજુમાં જ આવેલી ઝૂપડપટ્ટી પર દિવાલ પડી હતી.   જ્યારે પુણેમાં પણ એક દિવાલ પડવાના કારણે સાત લોકોના મોત થયા હતા.