જ્યારે ટકરાશે હૃતિક અને ટાઇગર ! આવી ગયું WARનું ટીઝર

  • જ્યારે ટકરાશે હૃતિક અને ટાઇગર ! આવી ગયું WARનું ટીઝર
    જ્યારે ટકરાશે હૃતિક અને ટાઇગર ! આવી ગયું WARનું ટીઝર

મુંબઈ : બોલિવૂડ એક્ટર હૃતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વોરનું ટીઝર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર એક્શનથી ભરપૂર છે. જેમાં હૃતિક રોશન અને ટાઈગર વચ્ચે જંગ છેડાયેલી છે. ટીઝરમાં એક્ટ્રેસ વાણી કપૂરની પણ ઝલક જોવા મળી. 53 સેકન્ડના આ ટીઝરની શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દેવાયું છે કે ફિલ્મમાં હૃતિક અને ટાઈગર એકબીજાની વિરુદ્ધ છે. તેમાં બંનેને જબરજસ્ત બાઈક અને કાર એક્શન પણ જોવા મળી રહ્યા છે. વોરના ટીઝરમાં બિકીની પહેરેલી વાણી કપૂર ખૂબ હોટ લાગી રહી છે. તેના એક સીનમાં હૃતિક સાથે રોમાન્સ કરી રહી છે.