ઓ પી કોહલીના સ્થાને આચાર્ય દેવવ્રત બનશે ગુજરાતના નવા રાજ્યપાલ

  • ઓ પી કોહલીના સ્થાને આચાર્ય દેવવ્રત બનશે ગુજરાતના નવા રાજ્યપાલ
    ઓ પી કોહલીના સ્થાને આચાર્ય દેવવ્રત બનશે ગુજરાતના નવા રાજ્યપાલ

દિલ્હી :ગુજરાતના નવા રાજ્યપાલની જાહેરાત કરવામાં આવી છે. આચાર્ય દેવવ્રતને ગુજરાત રાજ્યના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આચાર્ય દેવવ્રત હાલ હિમાચલ પ્રદેશના ગવર્નરપદે કાર્યરત છે. તેઓ RSSની નજીકના ગણાય છે. ઓ.પી. કોહલીનો કાર્યકાળ પૂરો થતા ગુજરાતના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિયુક્તિ કરવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હિમાચલના પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યાં છે. તો ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવ્યા છે.