અંતે સોમવારે અલ્પેશ ઠાકોરની ભાજપમાં થશે એન્ટ્રી

  • અંતે સોમવારે અલ્પેશ ઠાકોરની ભાજપમાં થશે એન્ટ્રી
    અંતે સોમવારે અલ્પેશ ઠાકોરની ભાજપમાં થશે એન્ટ્રી

વિધાનસભાના સત્ર બાદ અલ્પેશને મંત્રીમંડળમાં 
સમાવાશે; ધવલસિંહને પણ બોર્ડ-નિગમમાં સ્થાન મળશે રાજકોટ, તા.13
ગુજરાતમાં રાજયસભાની બે પેટા ચૂંટણીમાં કોંગ્રેસના જનપ્રતિનિધિ તરીકે મતદાન કર્યા પછી તુરત જ ધારાસભ્યપદેથી રાજીનામાં ધરી દેનાર ઠાકોર સમાજના યુવા નેતા અલ્પેશ ઠાકોર અને એમના સાથીદાર ધવલસિંહ ઝાલા આખરે સોમવારે વિધિવત્ રીતે ભાજપમાં જોડાઇ જશે. અલ્પેશ ઠાકરોના સમર્થકોએ આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલય ખાતે ઉમટી પડવા માટે શુક્રવારે સવારથી જ સોશિયલ મીડિયામાં સંદેશા વહેતા મૂકી 
દીધા છે.
ગુજરાતમાં ઠાકોર, ક્ષત્રિય, દલિત અને અન્ય પછાત સમાજોમાં પર્વતીદારૂ છેડસ રાજકીય તખ્તા પર ત્રણ વર્ષથી ઓબીસી-ઠાકોર સમાજના યુવવા નેતા રીકે ઉભરેલા અલ્પેશ ઠાકોરે 2017ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપને બદલે કોંગ્રેસનો પંજો પકડી રાધનપુરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
આ પછી સમાયાંતરે કોંગ્રેસમાંથી અડધા ડઝન જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા ત્યારે અલ્પેશ ઠાકોરનું નામ સતત સપાટી ઉપર આવતું રહ્યું હતું. પરંતુ ભાજપ સાથેની સોદાબાજીમાં તેમણે નિર્ણય લેવામાં વારંવાર વિલંબ કર્યો હતો છેલ્લે 5 જુલાઇએ યોજાયેલી રાજયસભાની બે બેઠકોની પેટા ચૂંટણી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ખતે અલ્પેશ સાથે ભાજપે સંવાદ કર્યો હતો. પરંતુ અલ્પેશ તરફથી કોઇ સાનુકુળ પ્રતિસાદ નહી: સાંપડતા મહેસાણાના જુગલજી ઠાકોરની પસંદગી કરી ચેકમેટ કરવાનો ભાજપે પ્રયાસ કર્યો હતો.
આખરી રાજયસભાની ચુંટણીમાં ભાજપ તરફે મતદાન કરી અલ્પેશ અને એમના સાથી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસના 

જનપ્રતિનિધપદેથી રાજીનામા ધરી દીધા હતા. હવે ભાજપના કાર્યકરો સ્પષ્ટપણે માને છે કે પાટણના સાંસદ બનેલા દિલીપ ઠાકોરના ખાલી પડેલા પદ પર અલ્પેશ રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે એન્ટ્રી લઇ શકે છે અને એમના સાથી ધવલસિંહને પણ સામાજિક બોર્ઠ કે નિગમમાં અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. જોકે, રૂપાણી સરકારમાંથી આ અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટ સંકેત મળ્યા નથી પણ એવું સમજાય છે કે વિધાનસભાના અંદાજપત્ર સત્ર પછી રૂપાણી કેબિનેટનું ગમે ત્યારે વિસ્તરણ અને ફેરબદલ કરવામાં આવે ત્યારે નવા ચેહરાઓમાં અલ્પેશને સ્થાન મળશે. જોકેૃ નવેમ્બરનાં વિધાનસભાની અડધા ડઝન કરતાં વધારે બેઠકો માટે પેઠા ચૂંટણી યોજાય પછી વિસ્તરણ થશે કે એ પહેલા એનો નિર્ણય દિલ્હીથી લેવાશે.
જોકે, હાલ તો અલ્પેશ ઠાકોર એમની ઠાકોર સેનાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાઇ રહ્યા છે તેવા સ્પષ્ટ સંકેતો વહેતાં થતાં કર્મઠ કાર્યકરો, આગેવાનોમાં ભારે નારાજગી અને અસંતોષ પેદા થયો હોય છે. અલબત, આ કાર્યકરોને પણ ખબર છે પાર્ટીમાં હવે કર્મઠ કાર્યકરો કરતાં સ્કાયલેબ સામાજિક નેતાઓની જ બોલબાલા રહેશે. 19મીથી જે.પી. નડ્ડા ગુજરાતના પ્રવાસે
ગુજરાત સહિત દેશભરમાં શરૂ થયેલા સંગઠન સંચ્યનાના ભાગરૂપે ભાજપના કાર્યકારી અધ્યક્ષ ડો.જે.પી. નડ્ડા આાગામી તા.19-20 દરમિયાન રાજયની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપમાં ડિસેમ્બર સુધીમાં નવા અધ્યક્ષની વરણી પહેલા પક્ષમાં નવા 20 ટકા સભ્યોને ઉમેરી સમાજના જુદા જુદા નવા વર્ગોને સાથે લેવા માટે સંરચનાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. આ પ્રક્રિયા હાલ ડો. નડ્ડાના અધ્યક્ષપણા હેઠળ શરૂ થઇ છે અને એટલે સંગઠનના હોદ્દેદારોને માર્ગદર્શન આપવા તેમજ વિવિધ સંગઠનાત્મક બેઠકો માટે તેઓ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.