ગુજરાત મિરર અને ગુજરાત ટૂરિઝમ બોર્ડ દ્વારા આજથી એચ.ટી.એકસ્પોનો પ્રારંભ

  • ગુજરાત મિરર અને ગુજરાત ટૂરિઝમ બોર્ડ દ્વારા આજથી એચ.ટી.એકસ્પોનો પ્રારંભ
    ગુજરાત મિરર અને ગુજરાત ટૂરિઝમ બોર્ડ દ્વારા આજથી એચ.ટી.એકસ્પોનો પ્રારંભ
  • ગુજરાત મિરર અને ગુજરાત ટૂરિઝમ બોર્ડ દ્વારા આજથી એચ.ટી.એકસ્પોનો પ્રારંભ
    ગુજરાત મિરર અને ગુજરાત ટૂરિઝમ બોર્ડ દ્વારા આજથી એચ.ટી.એકસ્પોનો પ્રારંભ

ગુજરાત મિરર અને ગુજરાત ટૂરિઝમ બોર્ડ દ્વારા આજથી એચ.ટી.એકસ્પોનો પ્રારંભ રાજકોટના મેયર બિનાબેન આચાર્યના હસ્તે દિપ પ્રગટાવી કરવામાં આવ્યો છે જેમાં સમગ્ર રાજકોટમાંથી મોટી સંખ્યામાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓએ ભાગ લીધો છે. આજથી બે દિવસ ચાલનારા આ એક્ઝિબિશનનો લાભ લેવા રાજકોટ શહેરની જાહેર જનતાને આમંત્રણ છે. (તસવીર:- રવિ ગોંડલિયા) વેકેશનનો પ્રારંભ થતાં કે પછી તહેવારોની રજાનો પ્રારંભ થતા જ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીઓ માટે સિઝન શરૂ થઈ જાય છે. જુદી જુદી જગ્યાએ ફરવા જવાના અનેક પેકેજિસ હોય છે. વિદેશ જવા માટે પણ અનેક આકર્ષક સ્કીમ અને ઑફર્સ મૂકવામાં આવે છે. ટ્રાવેલિંગ કરનાર ગ્રાહક દરેક સમયે જુદી જુદી ટ્રાવેલ કંપની પાસે પહોંચી શક્તો નથી આ માટે ટ્રાવેલ એક્સ્પો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે ટ્રાવેલ એક્સ્પોમાં ટ્રાવેલ્સ ધંધાર્થી એક જગ્યાએ મળી રહે છે તેમજ જુદી ઓફર કે સ્કીમ હોય તો તેની સરખામણી પણ કરી શકાય છે. જે ટ્રાવેલિંગ કરનાર માટે ખૂબ ફાયદાકારક છે.
એકસાથે ઘણી બધી ચોઈસ મળે છે. ઘણી બધી નવી સ્કીમ તેમજ આકર્ષક ઓફર મળે છે. જેથી સરખામણી કરી પોતાના માટે લાભદાયી અને અનુકૂળ હોય તે રીતે વિકલ્પ નક્કી કરી શકે છે તો સામા પક્ષે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના વેપારીઓને પણ એક જગ્યાએ હજારોની સંખ્યામાં ગ્રાહકો મળી જાય છે જેથી કરીને હરીફાઈમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે અનેક પ્રકારે ઓફર કરી શકે છે.આમ આ પ્રકારના એક્સ્પો ઉભયપક્ષ માટે ફાયદાકારક છે.
આજથી ‘ગુજરાત મિરર’ અને ગુજરાત ટૂરિઝમ બોર્ડ દ્વારા પણ ખુબજ વિશાળ એચટી એક્સ્પોનું આયોજન નૂતન નગર હોલ કાલાવડ રોડ ખાતે કરવામાં આવ્યું છે. તા.13 અને 14 એમ બે દિવસ ચાલનાર આ એક્સ્પો લોકો માટે ફાયદાકારક નીવડશે. બંને પક્ષે લાભ થાય છે. અહીં લકી ડ્રો તેમજ અનેક આકર્ષક ઓફર છે. સર્વે લોકોને એક્સ્પોમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવે છે.