80% મુદ્દાઓ પર સહમતિ થઈ, કરતારપુર કોરિડોર પર ભારત સાથે વધુ એક બેઠક કરીશું: પાકિસ્તાન

  • 80% મુદ્દાઓ પર સહમતિ થઈ, કરતારપુર કોરિડોર પર ભારત સાથે વધુ એક બેઠક કરીશું: પાકિસ્તાન
    80% મુદ્દાઓ પર સહમતિ થઈ, કરતારપુર કોરિડોર પર ભારત સાથે વધુ એક બેઠક કરીશું: પાકિસ્તાન

નવી દિલ્હી: કરતારપુર કોરિડોરને જેમ બને તેમ જલદી પૂરો કરવા અને શ્રદ્ધાળુઓની અવરજવર મુદ્દે ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે આજે અટારી-વાઘા બોર્ડર પર વાતચીત થઈ. આ દરમિયાન ભારતે પાકિસ્તાનને ડોઝિયર પણ સોંપ્યું. ભારતે કાઉન્સિલર પ્રેઝન્સ વધારવાની માગણી કરી. આ બાજુ પાકિસ્તાન ગુરુદ્વારામાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા વધારવા પર રાજી થઈ ગયું છે. આ સાથે જ પાકિસ્તાને એવો દાવો પણ કર્યો કે તે ભારત વિરોધી ગતિવિધિઓ નહીં થવા દે.  બેઠક બાદ પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હમણા હવામાન બદલાયું છે, ડાળીઓ પર પાંદડા આવતા વાર લાગશે. 80 ટકા મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે સહમતિ બની ગઈ છે. કરતારપુર કોરિડોરના મુદ્દે વધુ એક બેઠક કરીશું. બંને દેશો વચ્ચે આ મુદ્દે બીજા તબક્કાની બેઠક પાકિસ્તાન તરફથી તેમના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલના નેતૃત્વમાં થઈ. બેઠક અગાઉ જ મોહમ્મદ ફૈઝલ તરફથી જાણકારી અપાઈ હતી કે કરતારપુર કોરિડોરનું 70 ટકા કામ પૂરું થઈ ગયું છે.