પૂર્વ કેન્દ્રીય મંત્રીનો દાવો, 'ક્રિકેટને અલવિદા કહ્યાં બાદ ભાજપમાં જોડાઈ શકે છે ધોની'

  • પૂર્વ કેન્દ્રીય મંત્રીનો દાવો, 'ક્રિકેટને અલવિદા કહ્યાં બાદ ભાજપમાં જોડાઈ શકે છે ધોની'
    પૂર્વ કેન્દ્રીય મંત્રીનો દાવો, 'ક્રિકેટને અલવિદા કહ્યાં બાદ ભાજપમાં જોડાઈ શકે છે ધોની'

પટણા: ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોમની ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ રાજાકારણની પીચ પર નવી શરૂઆત કરી શકે છે. કહેવાય છે કે ક્રિકેટને અલવીદા કહીને તેઓ કેસરિયો  ધારણ કરશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સંજય પાસવાને દાવો કર્યો છે કે ધોની ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપના નેતાએ  કહ્યું કે આ અંગે તેમની સાથે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. જો કે આ નિર્ણય એમ એસ ધોનીની નિવૃત્તિ બાદ જ લેવામાં આવશે.  ભાજપના નેતા સંજય પાસવાને કહ્યું કે ધોની મારા મિત્ર છે. વર્લ્ડ ફેમસ ખેલાડી છે. આવામાં તેમના ભાજપમાં આવવા અંગે વાતચીત થઈ છે. નોંધનીય છેકે ભાજપ અધ્યક્ષ અમિત શાહે લોકસભા ચૂંટણી અગાઉ સંપર્ક ફોર સમર્થન અભિયાન દરમિયાન ધોની સાથે મુલાકાત કરી હતી. ત્યારથી એવી અટકળો તેજ છે કે ધોની ભાજપમાં જોડાઈ શકે છે.  આ બાજુ ક્રિકેટ વિશ્વ કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ બહાર થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ અંગે ફરી ચર્ચાઓ અને અટકળોએ જોર પકડ્યું છે. ઝારખંડની રાજધાની રાંચીમાં રહેતા ધોની વિશે કહેવાય છે કે તેઓ ક્રિકેટને અલવીદા  કહીને ભાજપમાં સામેલ થઈ રાજકીય કારકિર્દી શરૂ કરશે.