અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી 'બાળકોની તસ્કરી' કરતી ગેંગ, 17 બાળકોને કરાયા રેસ્ક્યુ

  • અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી 'બાળકોની તસ્કરી' કરતી ગેંગ, 17 બાળકોને કરાયા રેસ્ક્યુ
    અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી 'બાળકોની તસ્કરી' કરતી ગેંગ, 17 બાળકોને કરાયા રેસ્ક્યુ

અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે એક જબરદસ્ત ઓપરેશનમાં બાળકોની તસ્કરી કરતી ગેંગને પકડી પાડી છે. પોલીસની ટીમે 17 બાળકોને પણ આ ગેંગની ચૂંગાલમાંથી છોડાવ્યા છે. છોડાવવામાં આવેલા બાળકો કોઈ બીજી જ ભાષા બોલતા હોવાથી 'બાળકોની તસ્કરી'નું આ આંતરરાજ્ય રેકેટ ચાલી રહ્યું હોવાની પોલીસને આશંકા છે. પોલીસે હવે આ દિશામાં વધુ હાથ ધરી છે. 

શહેરની મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, શહેરમાં બાળકોની તસ્કરી કરતી એક ગેંગ સક્રિય છે અને બહારથી બાળકોને લાવીને તેમની પાસે ભીખ મગાવાનો ધંધો કરે છે. આથી મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સતત 15 દિવસ સુધી વોચ ગોઠવીને તમામ માહિતી એક્ઠી કરી હતી અને પછી આ ઓપરેશન પાર પાડ્યું હતું. 

ટીમે ગુરૂવારે રાત્રે 3.30 કલાકે વટવામાં આવેલા માનવનગરના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે જ્યારે દરોડો પાડ્યો તો મકાનમાં 8 મહિનાથી માંડીને 20 વર્ષની યુવતી સુધીનાં 17 બાળકોને એક રૂમમાં પુરીને રાખવામાં આવ્યા હતા. પોલીસે આ મકાનમાંથી આનંદી સલાટ નામની એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે આરોપી મહિલા આનંદીના સાગરીત સંપત સલમની પણ ધરપકડ કરી છે. પ્રાથમિક પુછપરછમાં આ બંને આરોપીએ કબુલ્યું કે, તેઓ બાળકોને અસહ્ય ત્રાસ આપીને તેમની પાસે શહેરના અલગ અલગ વિસ્તારમાં ભીખ મગાવતા અને ચોરી પણ કરાવતા હતા.