નર્મદા યોજનાઃ અધધધ....70 હજાર કરોડથી વધુનો ખર્ચ, છતાં હજુ યોજના અધુરી..!

  • નર્મદા યોજનાઃ અધધધ....70 હજાર કરોડથી વધુનો ખર્ચ, છતાં હજુ યોજના અધુરી..!
    નર્મદા યોજનાઃ અધધધ....70 હજાર કરોડથી વધુનો ખર્ચ, છતાં હજુ યોજના અધુરી..!

ગાંધીનગરઃ રાજ્યની જીવાદોરી સમાન ગણાતી નર્મદા યોજના પાછળ અધધધ... રૂ.70 હજાર કરોડથી પણ વધુનો ખર્ચ થઈ ગયો છે, તેમ છતાં આ યોજના આજે પણ અધુરી છે. હજુ પણ 10 હજાર કિમી કરતાં વધુ નહેરોનાં નિર્માણકાર્ય બાકી છે. ગુજરાત સરકારે વિધાનસભામાં પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં આ બાબતનો સ્વીકાર કર્યો છે. જે યોજના 20 હજાર કરોડમાં પૂરી થઈ જવાની હતી, તે સમયસર પુરી ન થવાના કારણે ખર્ચ વધી ગયો છે. 

 

  • 2730 કિમી લંબાઈની શાખા કેનાલમાં 110.98 કિમીનું કામ બાકી
  • 4546 કિમીની વિશાખા કેનાલ પૈકી 209.82 કીમીનું કામ બાકી
  • 15669.94 કીમીની પ્રશાખા કેનાલો પૈકી 1691.44 કીમીનું કામ બાકી
  • 48319.94 કીમીની પ્રપ્રશાખા કેનાલ પૈકી 8783.57 કિમીના કામ બાકી

સરકારે જણાવ્યું કે, અત્યાર સુધી નર્મદા યોજના પાછળ કુલ રૂ. 70167.55 કરોડનો ખર્ચ થયો છે, જ્યારે નહેરોના નિર્માણમાં 42700 કરોડ કરતા વધુનો ખર્ચ થયો છે. સરકારે વધુમાં જણાવ્યું કે, "નર્મદા બંધમાં કુલ 9460 મિલિયન ક્યુબીક મિટર પાણીનો જથ્થો સંગ્રહી શકાય તેમ છે. છેલ્લા 2 વર્ષમાં એક પણ મહિનામાં ક્ષમતાના 50 ટકા વધુનો જળસંગ્રહ થયો નથી. આ વર્ષે સરેરાશ 4800 મિલિયન ક્યુબીક મિટર પાણીનો સંગ્રહ થયો છે."