મહિલા ટીચરે 13 વર્ષના વિદ્યાર્થી સાથે બનાવ્યાં સંબંધ, મોબાઈલ એપથી માતાપિતાએ પકડી

  • મહિલા ટીચરે 13 વર્ષના વિદ્યાર્થી સાથે બનાવ્યાં સંબંધ, મોબાઈલ એપથી માતાપિતાએ પકડી
    મહિલા ટીચરે 13 વર્ષના વિદ્યાર્થી સાથે બનાવ્યાં સંબંધ, મોબાઈલ એપથી માતાપિતાએ પકડી

અમેરિકાના એરિઝોનાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા ટીચર તેના વિદ્યાર્થી સાથે શારિરિક સંબંધ બનાવતા પકડાઈ. આ ટીચરને 20 વર્ષની જેલની સજા થઈ છે. વિદ્યાર્થીના માતા પિતાએ આ ટીચરની એક એપ દ્વારા પોલ ખોલી હતી.  અમેરિકાના એરિઝોનામાં એક 28 વર્ષની મહિલા ટીચર પર તેના જ ક્લાસરૂમના 13 વર્ષના વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બનાવવાનો આરોપ લાગ્યો. વિદ્યાર્થીના માતા પિતાએ એક એપથી આ ટીચરને પકડી હતી. મહિલા ટીચર 13 વર્ષના આ વિદ્યાર્થીને અશ્લિલ મેસેજ મોકલતી હતી. મહિલા પર કેસ થયો. સુનાવણી દરમિયાન આ પરણિત મહિલા બ્રિટની ઝમોરાએ કહ્યું કે હું એક સારી અને સાચી વ્યક્તિ છું. જેણે ભૂલ કરી અને તેના માટે મને ખુબ અફસોસ છે. ટીચરે કહ્યું કે તે સમાજ માટે  કોઈ પણ પ્રકારે ખતરો નથી.