પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર સુબ્રમણ્યમ બોલ્યા- IF&FS સંકટ આરબીઆઈની નિષ્ફળતા

  •  પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર સુબ્રમણ્યમ બોલ્યા- IF&FS સંકટ આરબીઆઈની નિષ્ફળતા
    પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર સુબ્રમણ્યમ બોલ્યા- IF&FS સંકટ આરબીઆઈની નિષ્ફળતા

નવી દિલ્હીઃ પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે આરબીઆઈ પર નિયમનમાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે. સુબ્રમણ્યમે શુક્રવારે કહ્યું કે રિઝર્વ બેન્કે આઈએલએન્ડએફએસ(IL&FS)માં કેશના સંકટની શકયતાની વાત છેલ્લા 4-5 વર્ષના ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં કયારેય કરી નથી.  

  • સુબ્રમણ્યમનું કહેવું છે કે આરબીઆઈ દેશની સર્વેશ્રેષ્ઠ સંસ્થાઓમાંથી એક છે. જોકે આઈએલએન્ડએફએસના મામલા જેવી મોટી નિષ્ફળતા પણ રહી છે. સુબ્રમણ્યમે એ પણ કહ્યું છે કે ટ્વિન બેલેન્સશીટની સમસ્યા હાલ દેશનો સૌથી મોટો પડકાર છે. સુબ્રમણ્યમનો આશય એ છે કે લેન્ડર્સ અને લેનાર બંને મુશ્કેલીમાં છે.
  • નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીની શ્રેણીમાં સામેલ આઈએલએન્ડએફએસ ગ્રુપ પર 94 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. ગત વર્ષે ગ્રુપની ઘણી કંપનીઓએ લોનની ચુકવણીમાં ડિફોલ્ટ કર્યું હોવાના કારણે કેશ ક્રાઈસિસ હોવાની વાત બહાર આવી હતી. તેની અસર સમગ્ર એનબીએફસી સેકટર પર થઈ. આ સેકટરની બીજી કંપનીઓ માટે કેશ એકત્રિત કરવી એ મુશ્કેલ કામ થઈ ગયું છે. ગત વર્ષે એક ઓક્ટોબરે સરકારે આઈએલએન્ડએફએસના નેતૃત્વ પોતાના હાથમાં લઈને ઉદય કોટકની અધ્યક્ષતામાં નવું બોર્ડ બનાવ્યું હતું.
  • સુબ્રમણ્યમ થોડા દિવસો અગાઉ જીડીપીના આંકડાને લઈને પણ ચર્ચામાં આવ્યા હતા. એક રિસર્ચ પેપરમાં તેમણે કહ્યું હતું કે 2011-12થી 2016-17ની વચ્ચે દેશની જીડીપી 2.5 ટકા વધુ આંકવામાં આવી. સરકારે સુબ્રમણ્યમના દાવાને ખોટો ઠેરવ્યો હતો.